ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડૂતોએ કોડીનાર માર્કેટિંગ યાર્ડ માથે લીધું, મગફળીના ભાવને લઈને મચાવ્યો હોબાળો - RUCKUS FOR PEANUT PRICES

કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીના ભાવને લઈને ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતોએ ખુલ્લી બજારમાં પણ ટેકાના ભાવથી મગફળીની ખરીદી થાય તેવી માંગ કરી હતી.

ખેડૂતોએ કોડીનાર માર્કેટિંગ યાર્ડ માથે લીધું,
ખેડૂતોએ કોડીનાર માર્કેટિંગ યાર્ડ માથે લીધું, (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 16, 2024, 10:49 PM IST

જુનાગઢ: કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા માટે આવેલા ખેડૂતોએ આજે ખુલ્લી બજારમાં પણ સરકાર દ્વારા જાહેર કરાયેલા 1356 રૂપિયાના ટેકાના ભાવે વેપારીઓ પાસેથી મગફળીની ખરીદી કરે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

શું છે ખેડૂતોની માંગ: આ સમગ્ર મામલે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ખુલ્લી બજારમાં જે બજારભાવો ચાલી રહ્યા છે, જેમાં દરરોજ ચડાવ અને ઉતાર આવે છે, આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 1356 મુજબના મગફળીના ભાવ ખુલ્લી બજારમાં ખરીદી કરવી અશક્ય છે તેમ જણાવ્યું હતું જેના પગલે ખેડૂતો રોષે ભરાયા હતાં અને યાર્ડના સંચાલકો સામે નારાજગી વ્યક્ત કરી હતી.

મગફળીના ભાવને લઈને કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો (Etv Bharat Gujarat)

ખુલ્લી હરાજી બંધ કરાવી: કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં આજે શનિવારે ખેડૂતો દ્વારા સરકાર દ્વારા પ્રતિ 20 કિલો મગફળીના ટેકાના ભાવ 1356 રૂપિયા જાહેર કર્યો છે, તે બજારભાવની સાથે ખુલી બજારમાં પણ મગફળીની ખરીદી થાય તે માટે કોડિનારના માર્કેટિંગ યાર્ડ વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને ખુલ્લી બજારમાં પણ સરકાર દ્વારા નિર્ધારીત ટેકાના ભાવ થી જ મગફળીની ખરીદી અને વેચાણ થાય તેવી માંગ કરીને આજની ખુલી હરાજી બંધ રખાવી હતી.

ખેડૂતોએ યાર્ડમાં હરાજી કરાવી બંધ (Etv Bharat Gujarat)

ટેકાના ભાવે મગફળીના ભાવ આપવાની માંગ: ખેડૂતો માની રહ્યા છે કે ખેડૂતોને આજના દિવસે 1356 રુપિયા પ્રતિ 20 કિલો મગફળીની પડતર કિંમત થતી નથી તેની સામે માર્કેટિંગ યાર્ડમાં 1100 થી 1215 રૂપિયા 20 કિલો મગફળીના ભાવ મળતા ખેડૂતોને પુરતા લાગ્યા નથી, જેથી ખુલ્લી બજારમાં પણ ટેકાના ભાવથી મગફળીની ખરીદી થાય તેવી માંગ કરવામાં આવી હતી.

કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો (Etv Bharat Gujarat)

ખેડૂતોની માંગ અમલ કરી શકાય નહીં

''જે રીતે ખેડૂતો સરકાર દ્વારા જે ટેકાના ભાવ નિર્ધારિત કર્યા છે, તે મુજબ ખુલ્લી બજારમાં પણ વેપારીઓ આ જ ભાવથી મગફળીની ખરીદી કરે તે વાતનો અમલ કરવો અશક્ય છે. ખુલ્લી બજારમાં પ્રતિ દિવસે પ્રતિ 20 કિલો મગફળીના બજાર ભાવોમાં વધારો અને ઘટાડો નોંધાય છે. મોટાભાગના સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં દરરોજ હરરાજીના નવા ભાવો ખુલતા હોય છે. આજના દિવસે કોડીનાર યાર્ડમાં 1100 થી લઈને 1215 રૂપિયા પ્રતિ 20 કિલો મગફળીના ચાલી રહ્યા છે. સૌથી વધારે મગફળીનું વેચાણ પણ કોડીનાર યાર્ડમાં થાય છે, આવી પરિસ્થિતિમાં ખેડૂતોની જે માંગ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવથી ખુલ્લી બજારમાં મગફળીની ખરીદી સ્થાનિક વેપારીઓ કરે તે વાતને અમલી બનાવવી અશક્ય છે. ખેડૂતોની સમસ્યા અમે સમજીએ છીએ પરંતુ ખુલ્લી બજારને અનુરૂપ જે બજારભાવ ચાલતા હોય છે, તેમાં સરકાર દ્વારા નિર્ધારીત ભાવોનો અમલ કરાવવો તે કોઈ પણ રીતે શક્ય બની શકે તેમ નથી, એટલે ખેડૂતોની જે માંગ છે તેના પર હાલ અમલ કરવો અશક્ય છે'' - પિયુષ બારડ, સેક્રેટરી, કોડીનાર માર્કેટિંગ યાર્ડ

  1. ભાવ માંગે ભૂમિપુત્રો, અમરેલી અને સાવરકુંડલાના ખેડૂતો માંગે મગફળીના ભાવ
  2. હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી ભરેલા વાહનોનો ધસારો, 900 જેટલાં વાહનોમાં 80 હજાર ગુણી મગફળી આવી

ABOUT THE AUTHOR

...view details