જુનાગઢ : કેરીની સીઝન હવે ધીમે ધીમે ગતિ પકડી રહી છે. આવા સમયે ગીરની કેસર કેરી માટે પ્રખ્યાત તાલાલા અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક પ્રતિદિન વધી રહી છે. આવકની દ્રષ્ટિએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ તો બજાર ભાવોની દ્રષ્ટિએ આજના દિવસે તાલાલા માર્કેટિંગ યાર્ડ આગળ નીકળતું જોવા મળી રહ્યું છે. જે ખેડૂતો ભાવની દ્રષ્ટિએ કેરીનું વેચાણ કરવા માંગે છે તે તાલાલા અને આવકની દ્રષ્ટિએ જે ખેડૂતો કેરીનું વેચાણ કરવાની ઈચ્છા ધરાવે છે તે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે.
જુનાગઢ અને તાલાલા યાર્ડમાં કેરીની આવક : કેરીની સીઝન હવે ધીમે ધીમે રંગત પકડતી હોય તેવું સામે આવી રહ્યું છે. ગીર પંથકમાં કેરીના પીઠા તરીકે પ્રખ્યાત તાલાલા અને જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજના દિવસે કેરીની બમ્પર આવક થઈ રહી છે. બજાર ભાવોની દ્રષ્ટિએ આજના દિવસે તાલાલા માર્કેટિંગ યાર્ડ તો કેરીની આવકની દ્રષ્ટિએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડ બાજી મારતું જોવા મળી રહ્યું છે. આજના દિવસે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં 10 કિલોના કુલ 10,070 જેટલા બોક્સની આવક થવા પામી છે. તો બીજી તરફ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજના દિવસે 877 કવીન્ટલ કેરીની આવક નોંધાઈ છે. આવકની દ્રષ્ટિએ જૂનાગઢ અને બજાર ભાવોની દ્રષ્ટિએ આજના દિવસે તાલાલા માર્કેટિંગ યાર્ડ અગ્રેસર રહેતું જોવા મળી રહ્યું છે.