ગુજરાત

gujarat

ETV Bharat / state

કેશોદમાં ભયંકર આગનો બનાવ, આવકાર હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી - JUNAGADH FIRE INCIDENT

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં સ્થિત આવકાર હોસ્પિટલ પાસે આવેલા ભંગારના ડેલામાં આગ ભભૂકી ઉઠતા ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

કેશોદમાં ભયંકર આગનો બનાવ
કેશોદમાં ભયંકર આગનો બનાવ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2024, 1:54 PM IST

જૂનાગઢ :આ વર્ષે દિવાળી દરમિયાન ફટાકડાથી આગ લાગવાના અનેક બનાવો સામે આવ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં સૌથી મોટી ઘટના કેશોદ શહેરમાં બની હતી. અહીં આવકાર હોસ્પિટલ પાસે આવેલા ભંગારના ડેલામાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

કેશોદ આવકાર હોસ્પિટલમાં આગ :કેશોદ શહેરમાં રાત્રીના બે વાગ્યાની આસપાસ આવકાર હોસ્પિટલ પાસે આવેલા ભંગારના ડેલામાં આગ લાગી હતી. જેના કારણે આવકાર હોસ્પિટલમાં તબીબી સારવાર લઈ રહેલા 15 થી 20 જેટલા દર્દીઓને રાત્રીના બે વાગ્યે અન્યત્ર હોસ્પિટલમાં ખસેડીને તેમના જીવને સુરક્ષિત કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલામાં કેશોદ નગરપાલિકા તંત્ર ભંગારના ડેલા સામે કાર્યવાહી કરવાનો આશ્વાસન આપી રહ્યું છે.

ભંગારના ડેલામાં આગ ભભૂકી :પાછલા ઘણા સમયથી હોસ્પિટલ પ્રશાસન દ્વારા ભંગારના ડેલાને બંધ કરવાને લઈને નગરપાલિકા સમક્ષ રજૂઆત કરાઈ છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ગઇકાલે અચાનક લાગેલી આગમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ભંગારનો ડેલો હવે આ વિસ્તારમાં મુશ્કેલી સર્જી શકે તેમ છે. જેથી તેને તાકીદે દૂર કરવાની માંગ હોસ્પિટલના તબીબો દ્વારા કરવામાં આવી છે.

જૂનાગઢમાં આગના કુલ બનાવ :જૂનાગઢ શહેરમાં ગત રાત્રી દરમિયાન પુરા થતા 24 કલાક સુધીમાં આગના કુલ 13 બનાવો બનવા હતા. જેમાં કોઈ મોટી જાનહાની કે નુકસાન થયું નથી. દિવાળીના દિવસો દરમિયાન રેસ્ક્યુના 13 ઈમરજન્સી કોલ મનપા ફાયર વિભાગને આવ્યા હતા. બીજી તરફ મૃત વ્યક્તિના શરીરને લઈ જવા માટે શબ વાહીની માટે 55 કોલ ફાયર વિભાગને પ્રાપ્ત થયા હતા. આ સિવાય જે લોકોનું મોત થયું છે તેવા લોકોને સ્મશાન સુધી પહોંચાડવા માટે શાંતિ રથને લઈને 134 જેટલા કોલ જૂનાગઢ મનપાને મળ્યા હતા.

108 સેવાને કોલ વધ્યા :આકસ્મિક પરિસ્થિતિમાં 61 લોકોએ જૂનાગઢ મનપાની એમ્બ્યુલન્સ સેવાનો ઉપયોગ કર્યો હતો. ઉપરાંત 108 એમ્બ્યુલન્સને પણ ગઈકાલે 106 જેટલા કોલ પ્રાપ્ત થયા હતા, જે સામાન્ય દિવસો કરતા 11 ટકા વધુ માનવામાં આવે છે. આ સિવાય દિવાળીના તહેવાર દરમિયાન પાછલા 24 કલાક દરમિયાન અકસ્માતને લઈને 17 જેટલા કોલ પ્રાપ્ત થયા હતા. સામાન્ય દિવસોમાં આ સંખ્યા સાતથી આઠની વચ્ચે જળવાતી જોવા મળતી હોય છે.

  1. જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમામાં ભૂલથી પ્લાસ્ટિકની વસ્તુ ન લઈ જતા
  2. પ્રોટીન અને ફાઈબરના સ્ત્રોતથી ભરપૂર સોયાબીનનું સૌરાષ્ટમાં વધ્યું વાવેતર

ABOUT THE AUTHOR

...view details