જૂનાગઢ: સનાતન ધર્મની લોક પરંપરા અનુસાર આજથી જયા પાર્વતી વ્રતની શરૂઆત થઈ છે. મનગમતો પતિ મેળવવા માટે માતા પાર્વતીએ જે વ્રત કર્યું હતું. તેમજ આ વ્રત કરીને સીતામાતાને પણ ભગવાન રામ પતિ તરીકે પ્રાપ્ત થયા હતા. તેવું જયાપાર્વતીનું વ્રત આજે પણ યુવતીઓ દ્વારા સનાતન ધર્મની પરંપરા મુજબ આસ્થા સાથે ઉજવવામાં આવી રહ્યું છે. જે રીતે માતા પાર્વતી દ્વારા મહાદેવની પૂજા કરવામાં આવી હતી. બિલકુલ તેજ રીતે જુનાગઢની યુવતીઓએ પણ મહાદેવની સાથે માતા પાર્વતી અને ગોરમાની પૂજા કરીને જયાપાર્વતી વ્રતના પ્રથમ દિવસે પૂજા સાથે પાંચ દિવસના આ પર્વની શરૂઆત કરી છે.
યુવતીઓએ મહાદેવની પૂજા કરી, અખંડ સૌભાગ્યના વ્રતની કરી શરૂઆત - jaya parvati vrat 2024 - JAYA PARVATI VRAT 2024
અષાઢ સુદ તેરસ આજે જયા પાર્વતી વ્રતની શરૂઆત થઈ છે. સનાતન ધર્મની લોક પરંપરા અનુસાર માતા પાર્વતીએ પાંચ દિવસ સુધી મહાદેવનું પૂજન અર્ચન કરીને તેમને પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા. ત્યારથી જયા પાર્વતી વ્રતની ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢમાં પણ આજે યુવતીઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક મહાદેવની પૂજા કરીને જયાપાર્વતી વ્રતની શરૂઆત કરી છે., jaya parvati vtar started
Published : Jul 19, 2024, 3:58 PM IST
મહાદેવનું થાય છે પૂજન: જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ તેરસથી માતા પાર્વતી અને શિવજીની પૂજાથી શરૂ થાય છે. વ્રતની પૂર્ણાહુતિ અષાઢ વદ બીજના દિવસે તથા આ વ્રતના પારણા ત્રીજના દિવસે કરવામાં આવતા હોય છે. જયા પાર્વતી વ્રતના પૂજનની સામગ્રી અબીલ, ગુલાલ, કંકુ, નાડાછડી, કમળ, કાકડી, સાકર, તજ, લવિંગ, ઈલાયચી, નાગરવેલનું પાન, સોપારી અને ઋતુ જન્ય કોઈપણ ફળની સાથે ધૂપ દીપ પુષ્પો સાથે કુવારીકા કે સૌભાગ્યવતી સ્ત્રીઓ કે જેણે આ વ્રત રાખ્યુ હોય તેઓ માતા પાર્વતી અને મહાદેવની પૂજા કરીને આ વ્રતની શરૂઆત કરતી હોય છે.
આ વ્રતમાં મોળુ એકટાણું કરવાની પણ પરંપરા છે. જયા પાર્વતીના આ દિવસો દરમિયાન મીઠું એટલે કે નમક અને ગળપણને પણ ગ્રહણ ન કરવાની એક પરંપરા છે ત્યારબાદ અષાઢ વદ ત્રીજના દિવસે આખી રાત્રીનું જાગરણ કરીને જયાપાર્વતી વ્રતની વિધિ વિધાન સાથે પૂર્ણાહુતિ કરવામાં આવતી હોય છે.