જુનાગઢ:જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ગત ટર્મ માં વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસના કોર્પોરેટર અને શહેર કોંગ્રેસના માઈનોરીટી સેલના અધ્યક્ષ તરીકે કામ કરતા રજાક હાલાએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. આજે તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 8 માંથી પોતાની ઉમેદવારી રજૂ કરી છે અને તેમણે કોંગ્રેસને ચૂંટણી જીતવા માટે આજે ઉમેદવારીપત્ર રજૂ કર્યા બાદ પડકાર ફેંક્યો હતો.
કોંગ્રેસના કોર્પોરેટર બન્યા બાગી આપમાંથી નોંધાવી ઉમેદવારી
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટર અને શહેર કોંગ્રેસના માઇનોરીટી સેલના અધ્યક્ષ રજાક હાલાએ કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપીને આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. રજાક હાલા પાછલા પૂરા થયેલા બોર્ડમાં વોર્ડ નંબર આઠ માંથી કોંગ્રેસના કોર્પોરેટર તરીકે પેટા ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા, પરંતુ આ વખતે કોંગ્રેસે તેમની ટિકિટ કાપીને અન્ય ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારતા રજા હાલા ભારે નારાજ થયા હતા. આજે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને આમ આદમી પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં જંપલાવીને કોંગ્રેસને ચૂંટણી જીતવા માટે પડકાર ફેંક્યો હતો.
AAPમાંથી ભર્યું ઉમેદવારી પત્ર (Etv Bharat Gujarat) રજાક હાલાના બળવાથી રાજકારણમાં ગરમાવો
રજાક હાલાના પિતા હુસેન હાલા પણ વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વર્ષો સુધી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ તેમના અવસાન પછી કોંગ્રેસે રજાક હાલાને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા અને તેઓ પેટા ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા, પરંતુ આ વર્ષે કોંગ્રેસના સમીકરણોમાં બદલાવ જોવા મળ્યો જેને કારણે ટિકિટ કાપીને અન્ય ઉમેદવારને વોર્ડ નંબર આઠમાંથી પાર્ટીએ ચૂંટણી લડવાનો આદેશ કર્યો હતો. જેથી ખૂબ જ રોષ સાથે રજાક હાલાએ પાર્ટીના તમામ હોદ્દા અને કાર્યકર તરીકે રાજીનામુ આપીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાની દાવેદારી નોંધાવી છે. જેને લઈને હવે વોર્ડ નંબર આઠનો ચૂંટણી જંગ એકદમ રસપ્રદ બનતો જોવા મળી રહ્યો છે. કારણ કે આ રાજીનામા અને પક્ષની સામે પડવાની ગતિવિધિઓએ સ્થાનિક રાજકારણ ગરમાવી દીધું છે.
કોંગ્રેસ કોર્પોરેટરનો બળવો (Etv Bharat Gujarat) - રાજ્યમાં મોટા પાયે 68 IASની બદલી-બઢતીનો આદેશ, અમદાવાદને મળ્યા નવા મ્યુનિ. કમિશનર
- અધધધ... 1.78 કરોડના દારુ-બિયર ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયાસઃ 4 કન્ટેનર ભરી વડોદરા પોલીસે ઝડપ્યો જથ્થો