ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારી અનાજ મફતમાં મેળવીને તેનું વેચાણ કરતા, કાર્ડ ધારકો અને ખરીદી કરનાર ઈશમો સામે વહીવટી તંત્રની લાલ આંખ - JUNAGADH RASAN CARD - JUNAGADH RASAN CARD

જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત સરકાર વિનામૂલ્યે અનાજ આપી રહી છે, ત્યારે આવું અનાજ સરકારી દુકાન પરથી વિનામૂલ્ય ખરીદીને લોકો પાસેથી વહેંચાતું લઈ અને અન્ય કારખાનાઓ અને માર્કેટિંગ યાર્ડમાં વેચવાના કારસ્તાનનો જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.

Etv BharatJUNAGADH RASAN CARD
Etv BharatJUNAGADH RASAN CARD (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 7, 2024, 9:50 PM IST

જુનાગઢ: જિલ્લા કલેકટર દ્વારા સરકારી અનાજ વેચાતું લઈને તેનો ગેરકાયદેસર વેચાણ કરતા એક ઈશમને પકડી પાડવામાં આવ્યો છે. પાદરીયા નજીક બે ગોડાઉનના માલિકો સામે પણ આ જ પ્રકારે અનાજ વેચાતું લઈને અન્ય જગ્યા પર વેચવાના ગુનામાં કાર્યવાહી કરી છે.

સરકારી અનાજ ઉંચા ભાવે વેચવાનું કારસ્તાન: રાજ્ય સરકાર દ્વારા ગરીબ વર્ગના પરિવારોને દર મહિને ઘઉં ચોખા અને ચણા જેવો અનાજ નો જથ્થો પુરવઠા વિભાગ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત સરકાર વિનામૂલ્યે અનાજ આપી રહી છે, ત્યારે આવું અનાજ સરકારી દુકાન પરથી વિનામૂલ્ય ખરીદીને લોકો પાસેથી વહેંચાતું લઈ અને અન્ય કારખાનાઓ અને માર્કેટિંગ યાર્ડમાં વેચવાના કારસ્તાનનો જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલામાં જિલ્લા વહીવટી તંત્રની તપાસ દરમિયાન એક રીક્ષા ચાલક પકડાયો છે, જેની વિરુદ્ધ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાય છે.

5 લાખ કરતાં વધુનો જથ્થો સીઝ: જિલ્લા કલેકટર દ્વારા બનાવવામાં આવેલી અધિકારીઓની ટીમ દ્વારા આજે તપાસ કરતા પાદરીયા ગામના બે ગોડાઉનમાંથી અંદાજિત 05 લાખ 44 હજારનો ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવતા તેને સીઝ કરવામાં આવ્યો છે. અધિક કલેકટર એન એફ ચૌધરીની હાજરીમાં પુરવઠા ને લગતી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પાદરીયા ના બે ગોડાઉન માલિક પૈકી રફિક મહીડાના ગોડાઉનમાંથી ઘઉંના 58 કટ્ટા અને ચોખાના 89 કટ્ટા મળી આવ્યા હતા. તો પાદરીયા ગામના અન્ય એક ગોડાઉનમાંથી વસીમ ચૌહાણના કબ્જામાંથી 75 બોરી ઘઉં અને 82 બોરી ચોખાની સાથે ચાર છકડો રીક્ષા પણ વહીવટી તંત્રએ પકડી પાડી છે.

રેશનકાર્ડ ધારકોને ત્યાં થશે તપાસ:જુનાગઢ જિલ્લા કલેકટર દ્વારા આજની તપાસ બાદ જે કાર્ડ ધારકો સરકારી અનાજ વિનામૂલ્યે મેળવીને ગેરકાયદેસર રીતે તેનુ વેચાણ કરે છે તેવા લોકોની પણ ઓળખ કરવામાં આવશે. ત્યારબાદ આવા પ્રત્યેક લાભાર્થીને સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા વિના મૂલ્યના અનાજની કોઈ જરૂરિયાત નથી, તેવું માનીને તમામના રાશનકાર્ડ પણ રદ કરવાની દિશામાં જિલ્લા વહીવટી તંત્ર આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરવા જઈ રહી છે.

  1. આખરે ગોંડલના ધારાસભ્યનો પુત્ર ગણેશ જાડેજા જુનાગઢ પોલીસની પકડમાં, જૂનાગઢના યુવકનું અપહરણ અને હુમલાનો આરોપ - kidnapping and assaulting case

ABOUT THE AUTHOR

...view details