ગુજરાત

gujarat

ETV Bharat / state

દલિત સમાજની રેલી અને મહાસંમેલનની સામે ગોંડલ માર્કેટ યાર્ડ સજ્જડ બંધ - Junagadh Dalit Yuvak Case - JUNAGADH DALIT YUVAK CASE

જૂનાગઢથી ગોંડલ સુધી દલિત સમાજ દ્વારા રેલી તેમજ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે ધારાસભ્યના પુત્રના સમર્થનમાં ગોંડલનું માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 11, 2024, 7:08 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

રાજકોટ: જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીનું જૂનાગઢ કાળવા ચોકમાંથી અપહરણ કરી ધારાસભ્યના પુત્ર ગણેશે ગોંડલમાં માર માર્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બનાવ બાદ દલિત સમાજ રોષે ભરાયો છે. સંજયના પિતા જૂનાગઢ અનુ.જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકી દ્વારા આવતીકાલે 12મી જૂને જૂનાગઢથી ગોંડલ સુધી રેલી અને આંબેડકર ચોકમાં મહાસંમેલનનું આયોજન કરાયું છે. કાયદો અને વ્યવસ્થા સંદર્ભે ગોંડલ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે.

રેલી અને મહાસંમેલનઃ જૂનાગઢના દલિત યુવાનનું ધારાસભ્યના પુત્ર દ્વારા અપહરણ કરી માર મારવાની ઘટના બાદ દલિત સમાજ દ્વારા રેલી અને મહાસંમેલનનું આયોજન કરાયું છે. યુવાનના પિતા દ્વારા ધારાસભ્યના પુત્રની દબંગીરી સામે આક્રોશ વ્યક્ત કરવા આવતીકાલે 12મી જૂને જૂનાગઢથી ગોંડલ સુધી રેલી કાઢી ગોંડલમાં મહાસંમેલનની કરાયેલી જાહેરાત બાદ ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.

ગોંડલ એપીએમસી બંધઃ ધારાસભ્યના પુત્ર ગણેશનાં સમર્થનમાં માર્કેટ યાર્ડ સજ્જડ બંધ રહેવાનું હોવાથી માર્કેટ યાર્ડમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. રેલી પૂર્વે શહેરભરમાં ઉતેજનાનો માહોલ છવાયો છે. બુધવારે જૂનાગઢથી રેલી ગોંડલ બપોરે 11 વાગ્યે પહોંચશે. જ્યાં જેતપુર રોડ, જેલચોક, ગુંદાળા દરવાજા થઈ ખટારા સ્ટેન્ડ ડો.આંબેડકરની પ્રતિમાએ પહોંચી બાદમાં મહાસંમેલનમાં પરિવર્તિત થશે. રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના સર્જાય તે માટે ગોંડલમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં 4 DySP , 11 PI, 34 PSI, 4 ઘોડેસવાર પોલીસ, 400 પોલીસ, 12 ટીઆરપી, 95 હોમગાર્ડ સહિત અદાજે 600 જેટલા પોલીસ કર્મચારીઓને ગોંડલમાં તૈનાત કરાયા છે. ધારાસભ્યનાં નિવાસસ્થાન પાસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

  1. મોરબીમાં દલિત યુવક પર અત્યાચાર કેસમાં રાણીબા સહિતના આરોપીઓની જામીન અરજી રદ કરતી કોર્ટ
  2. ગોંડલમાં દલિત સમાજને અપશબ્દો બોલનાર યુવક વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ - Rajkot Case

ABOUT THE AUTHOR

...view details