ગુજરાત

gujarat

ETV Bharat / state

'લવ સેક્સ ઔર ધોખા'નો શિકાર બની કેશોદ પંથકની શિક્ષિકા, નોંધાવી દુષ્કર્મની ફરિયાદ - RAPE CASE

કેશોદ પંથકની એક શિક્ષિકાએ તેના પૂર્વ પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શું છે સમગ્ર મામલો જાણો...

કેશોદ પંથકની શિક્ષિકાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ
કેશોદ પંથકની શિક્ષિકાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2025, 3:15 PM IST

Updated : Jan 16, 2025, 3:28 PM IST

જુનાગઢ: કેશોદ પંથકની એક યુવતી સાથે પહેલા પ્રેમ અને ત્યારબાદ લગ્નની લાલચ અને પછી દુષ્કર્મ આચાર્યાની એક ઈસમ પર ફરિયાદ દાખલ કરતા પોલીસે યુવતીની ફરિયાદના આધારે એક ઈસમને પકડી પાડવા કેશોદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

જુનાગઢ-કેશોદ પંથકની એક યુવતી કે જે એક શિક્ષીકા તરીકે પણ ફરજ બજાવી રહી છે, તેણે કેશોદ પોલીસમાં તેના પરીચીત એક ઈશમ સામે પહેલા પ્રેમ ત્યારબાદ લગ્નની લાલચ અને અંતે દુષ્કર્મ આચાર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. શિક્ષિકાની ફરિયાદના આધારે કેશોદ પોલીસે ઈસમને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

કેશોદ પંથકની શિક્ષિકાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ (Etv Bharat Gujarat)

બંને વચ્ચે પહેલાં હતો પ્રેમ સંબંધ

યુવતીની ફરિયાદ અનુસાર યુવતી અને યુવક બંને એક બીજાને ઓળખાત હતા. બંને વચ્ચે પહેલા પ્રેમ સંબંધ હતો અને ત્યાર બાદ યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આમ શારીરિક ભુખ સંતોષ્યા બાદ યુવકે યુવતીને તરછોડી દીધી હતી. આજે કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ થતાં પોલીસે યુવતી પર દુષ્કર્મ આચરનાર ઈસમને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે.

પ્રેમથી શરૂ થયો દુષ્કર્મનો મામલો

ફરિયાદી યુવતી અને તેના પર દુષ્કર્મ આચરનાર ઈસમ અગાઉ ભાવનગર ખાતે કોઈ પરીક્ષા આપવા માટે ગયા હતા, જ્યાં બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતાં અને બંને વચ્ચે પ્રેમના અંકુરો ફૂટ્યા હતા. થોડા મહીના સુધી પ્રેમ આગળ વધતા યુવક અને યુવતી બંને લગ્ન કરવા સુધી આગળ વધશે તેઓ ભરોસો અપાવીને યુવકે યુવતી પર લગ્ન પૂર્વે જાતીય સંબંધ બાંધ્યો હતો, પરંતુ થોડા સમય બાદ યુવતીનો પુરુષ મિત્ર તેના પર શંકા કુશંકા કરીને તેને તરછોડી દેતા અંતે યુવતી દ્વારા તેના પરિચિત ઈસમ યુવક વિરુદ્ધ કેશોદ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ફરાર ઇસમને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

  1. જૂનાગઢનો બહારવટિયો "કાદુ મકરાણી", જેણે જૂનાગઢથી લઈ કરાચી સુધી લોકોના "નાક" કાપ્યા
  2. 2007ના જૂનાગઢ ચકચારી દુષ્કર્મ કેસનો દોષિત પેરોલ જંપ કરીને ફરાર, પોલીસ દોડતી થઈ
Last Updated : Jan 16, 2025, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details