ગુજરાત

gujarat

ETV Bharat / state

રાહુલ ગાંધી વિરુદ્ધ આપત્તિજનક નિવેદન અને હત્યાની ધમકી આપતા ભાજપ નેતાઓ સામે જુનાગઢ પોલીસ વડાને આપ્યું આવેદન - JUNAGADH CONGRESS

રાહુલ ગાંધી સામે ભાજપના નેતાઓની નિવેદનબાજી એક જોખમી સ્તર પર પણ પહોંચતી દેખાતા જુનાગઢ કોંગ્રેસ દ્વારા આ અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે મામલાને લઈને જુનાગઢ પોલીસ વડાને આવેદન પણ પાઠવ્યું હતું. - JUNAGADH CONGRESS FOR RAHUL GANDHI

જુનાગઢ કોંગ્રેસ SP કચેરીના દ્વારે પહોંચ્યું
જુનાગઢ કોંગ્રેસ SP કચેરીના દ્વારે પહોંચ્યું (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2024, 6:44 PM IST

જુનાગઢ:ભાજપના નેતાઓ દ્વારા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ આપત્તિજનક નિવેદન અને તેમની હત્યા કરવા જેવા ખૂબ જ ગંભીર નિવેદનો દેશના અલગ અલગ સ્થળ અને જાહેર મંચ પરથી ઉચ્ચારવામાં આવ્યા હતા. જેના વિરોધમાં આજે જુનાગઢ કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપીને બેફામ વાણીવિલાસ અને હત્યા જેવી ધમકી આપનાર ભાજપના નેતા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.

ભાજપ નેતાઓ વિરુદ્ધ કોંગ્રેસનો મોરચો

પાછલા એક અઠવાડિયાથી દેશના અલગ અલગ રાજ્યો અને સ્થળો પરથી ભાજપના ચૂંટાયેલા નેતાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રધાનોની સાથે ધારાસભ્ય દરજ્જાની વ્યક્તિઓએ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ આપત્તિ જનક નિવેદનો અને તેમની હત્યા કરી દેવી જોઈએ, આવા ખૂબ જ ગંભીર નિવેદનો અલગ અલગ સ્થળે સમયે જાહેર મંચ પરથી આપ્યા હતા. જેના વિરોધમાં આજે જુનાગઢ કોંગ્રેસ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જિલ્લા પોલીસવડાને આવેદન પત્ર પાઠવી તાકિદે વાણી વિલાસ અને હત્યા જેવી ધમકી આપનાર ભાજપના નેતાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થાય તે માટેની માંગ કરાઈ હતી. જુનાગઢ જિલ્લા પોલીસવડાને આવેદનપત્રથી જાહેરમાં નિવેદન કરનાર નેતાઓ સામે આકરી કાર્યવાહીની માંગ કરી છે.

જુનાગઢ કોંગ્રેસ SP કચેરીના દ્વારે પહોંચ્યું (ETV BHARAT GUJARAT)

ભાજપના નેતાઓ દ્વારા આપવામાં આવેલ નિવેદનો

પાછલા એક અઠવાડિયા દરમિયાન ભાજપના નેતાઓ દ્વારા નિવેદનો આપવામાં આવ્યા છે. તે મુજબ 11 સપ્ટેમ્બર 2024 ના દિવસે ભાજપના નેતા તરવીંદર સિંગ દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ આપત્તિ જનક નિવેદન આપ્યું હતું તો બીજી તરફ કેન્દ્રમાં રેલવે રાજ્ય મંત્રી રવનિત બીટ્ટુ દ્વારા 15 સપ્ટેમ્બર 2024 ના દિવસે રાહુલ ગાંધીની આતંકવાદી જોડે સરખામણી કરી હતી. જેને લઈને પણ કોંગ્રેસમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો ત્યારે 16 મી સપ્ટેમ્બર 2014 ના દિવસે શિંદે શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડ દ્વારા પણ રાહુલ ગાંધી વિરુદ્ધ ખૂબ જ આપત્તિજનક નિવેદન કર્યું હતું.

જુનાગઢ કોંગ્રેસ SP કચેરીના દ્વારે પહોંચ્યું (ETV BHARAT GUJARAT)

તો આ જ દિવસે ઉત્તર પ્રદેશ સરકારમાં પ્રધાન તરીકે કામ કરતા રઘુરાજસિંહ દ્વારા પણ રાહુલ ગાંધી વિરુદ્ધ ખૂબ જ આપત્તિજનક અને નીંદનીય નિવેદન જાહેર મંચ પરથી કરાયું હતું. તેના વિરોધમાં હવે આજે કોંગ્રેસ દ્વારા આ તમામ લોકો સામે પ્રાથમિક ફરિયાદ દાખલ થાય તે માટેનું આવેદનપત્ર જુનાગઢ જિલ્લા પોલીસ વડાને આપીને ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

  1. રડાવી ગઈ લાડલી 'લક્ષ્મી', અશ્વપ્રેમીએ પોતાના ખેતરમાં સમાધી બનાવીને આપી શ્રદ્ધાંજલિ - Lakshmi mare passed away
  2. તરણેતરના ભાતીગળ મેળામાં ભોજપુરી ડાન્સના ઠુમકા, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ ઉહાપોહ - Bhojpuri dance in Tarnetar Mela

ABOUT THE AUTHOR

...view details