ગુજરાત

gujarat

ETV Bharat / state

બામણાસામાં 'રાષ્ટ્રીય કિસાન મહાપંચાયત': બજરંગ પુનિયાએ કરી ETV Bharat સાથે કરી એક્સક્લુઝિવ વાતચીત - JUNAGADH FARMERS MAHA PANCHAYAT

ગઈ કાલે જૂનાગઢના બામણાસા ખાતે રાષ્ટ્રીય કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા બજરંગ પુનિયા પણ જોડાયા હતા.

બજરંગ પુનિયા સાથે ઈટીવી ભારતની એક્સક્લુઝિવ વાતચીત
બજરંગ પુનિયા સાથે ઈટીવી ભારતની એક્સક્લુઝિવ વાતચીત (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2024, 11:53 AM IST

જૂનાગઢ: જૂનાગઢના બામણાસા ખાતે ગઈ કાલે રાષ્ટ્રીય કિસાન મહાપંચાયત યોજાય હતી. જેમાં ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અને તાજેતરમાં જ રાજનીતિના મેદાનમાં આવેલા બજરંગ પુનિયાએ ખાસ હાજરી આપી હતી. ઈટીવી ભારત સાથે કરેલી એક્સક્લુઝિવ વાતચીતમાં બજરંગ પુનિયાએ રાજકારણમાં આવવાની ઘટનાને મજબૂરી ગણાવી હતી. રમતના મેદાનમાં જે રીતે ઇજાઓ થાય છે તે જ રીતે ઇજાઓ રાજકીય અખાડામાં પણ થાય છે પરંતુ હવે સરકાર સામે ઇજાઓને દરકિનાર કરીને પણ ખેડૂતો, મહિલાઓ, જવાનો અને પીડિતોની લડત લડવા માટે રાજકીય મેદાનમાં પણ કુસ્તી લડવાની તૈયારી શરૂ કરી છે.

બજરંગ પુનિયા મહાપંચાયતમાં જોડાયા:જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન થયું હતું. જેમાં પૂર્વ ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા બજરંગ પુનિયાએ ખાસ હાજરી આપી હતી. ખેલાડીમાંથી રાજકીય ખેલાડી બનેલા બજરંગ પુનિયાએ રાજકારણને સમજવા માટે તેમજ ખેડૂતો મહિલાઓ જવાનો અને સરકાર દ્વારા ઉત્પિડિત લોકો અને સમાજની લડાઈ લડવા માટે રાજકારણની પાઠશાળામાં પ્રવેશ લીધો છે. તેવું જણાવીને તેમણે કેન્દ્રની સરકાર સામે લડતના મંડાણ કરવાની વાત પણ કરી હતી.

બામણાસા ખાતે રાષ્ટ્રીય કિસાન મહાપંચાયતનું આયોજન (ETV Bharat Gujarat)

બજરંગ પુનિયાનું રાજનીતિમાં જોડાવાનું કારણ: બજરંગ પુનિયાએ કહ્યું કે'દેશની એવી પ્રથમ સરકાર કે જેમણે દેશના ખેડૂતોને આતંકવાદી અને ખાલિસ્તાની તરીકે ઓળખાવ્યા. મહિલાઓને ખાસ કરીને રમતગમતના ક્ષેત્રમાં અને ઓલમ્પિક જેવા વૈશ્વિક રમતના મેદાનમાં ગોલ્ડ મેડલ જેવી સિદ્ધિ અપાવનાર મહિલા ખેલાડીઓના અસ્તિત્વ સામે જ્યારે સવાલો ઉભા થયા ત્યારે કેન્દ્રની સરકારે મહિલા ખેલાડીઓની તરફેણ કરવાને બદલે તેમને ઉત્પીડિત કરવાની જે રાજનીતિ શરૂ કરી તેના કારણે તેમને રાજનીતિમાં આવવાની ફરજ પડી છે.'

પહેલવાન અને કોંગ્રેસ નેતા બજરંગ પુનિયા (ETV Bharat Gujarat)

જીજ્ઞેશ મેવાણીએ સ્વામીનાથન રિપોર્ટની અમલવારીની કરી માંગ:વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ ખેડૂત મહાપંચાયતમાં પહોંચ્યા હતા. તેમણે સ્વામીનાથન કમિટીના રિપોર્ટની જોગવાઈઓનો અમલ થાય તે માટે કેન્દ્રને રાજ્યની સરકાર સમક્ષ માંગણી ફરી એકવાર રજૂ કરી છે. ત્રણ લાખ કરોડનું બજેટ ધરાવતી ગુજરાત સરકાર ઘેડના ગામડાઓના વિકાસને લઈને કેમ સંકુચિત માનસિકતા ધરાવે છે. તે અંગે પણ જીજ્ઞેશ મેવાણીએ રાજ્યની સરકારને આડેહાથ લીધી હતી. ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ બીછાવનાર કેન્દ્ર અને રાજ્યની સરકાર ઘેડના ખેડૂતો પ્રત્યે જે ઓરમાયું વર્તન દાખવે છે તેને ચિંતાજનક ગણાવીને ઘેડની આ લડાઈ ગાંધીનગર વિધાનસભા સુધી લઈ જવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (ETV Bharat Gujarat)

રાજકીય ઈજાઓનો ભોગ બન્યાનો બજરંગ પુનિયાનો સ્વીકાર:ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા બજરંગ પુનિયાએ ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. 'રમતગમતના મેદાનમાં જે ઇજાઓ થાય છે. તેમાંથી ખેલાડીઓ ખૂબ ઝડપથી સાજા થઈને ફરી એક વખત કુસ્તીના મેદાનમાં હરીફ ખેલાડીને ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. પરંતુ એક ખેલાડી તરીકે તેમને કેટલીક રાજકીય ઈજાઓ પણ તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. મહિલા પહેલવાનો દ્વારા જે રીતે તેમને થયેલા અન્યાયોની તપાસ થાય તે માટેની માંગ કેન્દ્ર સરકાર સમક્ષ કરી હતી. પરંતુ સરકારે આંખ આડા કાન કરતાં અંતે મહિલા પહેલવાનોની લડતને માર્ગ પર લઈ જવાનું નક્કી થયું જેમાં ભાજપના નેતાઓ અને કેન્દ્ર સરકાર દ્વારા તેમને અનેક રીતે ઈજાઓ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો તેને કારણે તેઓ આજે રાજનીતિના અખાડામાં આવી ગયા છે. તેવું તેમણે જણાવ્યું હતું.'

આ પણ વાંચો:

  1. સંસ્કારી નગરી ઝગમગી ઉઠી, વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયારીઓ પુરજોશમાં
  2. કેશોદના બામણાસામાં કિસાન મહાપંચાયતની બેઠક યોજાઈ, રાજ્ય અને કેન્દ્ર સરકાર પર ખેડૂતોએ આકરા પ્રહારો કર્યા

ABOUT THE AUTHOR

...view details