કચ્છ:નેતાઓ એકબીજા પર આરોપો પ્રત્યારોપો કરતા હોય છે, ત્યારે સભાઓમાં પોતાના વિરોધી પાર્ટીઓના નેતાઓને કંઇક આરોપો કે પ્રહારો કરતા હોય છે. ત્યારે કચ્છ જિલ્લાના પ્રવેશ દ્વાર ગણાતા વાગડ વિસ્તારના રાપર ખાતે દલિત સમાજના રામજીભાઈ ભદ્રુની પ્રાર્થનાસભાની બેઠક યોજાઇ હતી.
રાપરમાં લોકોને સંબોધતા જીગ્નેશ મેવાણીએ વિનોદ ચાવડાને શું કહ્યું? જાણો - JIGNESH MEWANI - JIGNESH MEWANI
કચ્છ જિલ્લાના પ્રવેશ દ્વાર ગણાતા વાગડ વિસ્તારના રાપર ખાતે દલિત સમાજના રામજીભાઈ ભદ્રુની પ્રાર્થનાસભાની બેઠક યોજાઇ હતી. કોંગ્રેસ પક્ષના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે પોતાના વક્તવ્ય સમયે કચ્છના સાંસદ વિનોદ ચાવડા પર આકરા પ્રહારો કર્યા હતા.JIGNESH MEWANI
Published : Aug 17, 2024, 9:51 PM IST
જીગ્નેશ મેવાણીએ પ્રહારો કર્યા: કોંગ્રેસ પક્ષના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે પોતાના વક્તવ્ય સમયે કચ્છના સાંસદ વિનોદ ચાવડા પર આકરા પ્રહારો કર્યા હતા અને સતત 3 વખત કચ્છમાંથી ચૂંટાતા છતાં જેનું તંત્ર સામે કાંઈ પણ ઉપજતું નથી. તેવા કચ્છના સાંસદ વિનોદ ચાવડાને ફૂટેલી કારતૂસ ગણાવી હતી.
જીગ્નેશ મેવાણીનું નિવેદન: જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, વિનોદ ચાવડાના મોઢામાં મગ ભરેલા છે તે કંઈ નહીં બોલે ઉપર તંત્ર સમક્ષ તેનું કંઈ ઉપજતું નથી. સમાજમાં પણ કંઈ નહીં અને પાર્ટીમાં પણ વિનોદ ચાવડા કંઈ ઉપજતું નથી. સાવ ખાડે ગયેલું દલિત પ્રતિનિધિત્વ છે. સમાજ માટે 8 વર્ષથી હું આવું છું અને જમીન બાબતે હું ઉભો રહું છું અને 800 એકર જમીનનો કબ્જા ખાલી કરાવ્યા છે. કચ્છના લોકો સુધી મેસેજ પહોંચવો જોઈએ કે આવા લોકોને ક્યાં સુધી ચૂંટી ચૂંટીને મોકલશો. આવી ફૂટેલી કારતૂસોને શા માટે પાર્લામેન્ટમાં મોકલો છો??