જામનગર:દેશમાં ડીજીટાઈઝેશન ઝડપથી વધી રહ્યું છે. તો તેની સામે આ મામલે ગુનો કરવાવાળાની પણ સમસ્યાઓ વધી રહી છે. આધુનિક સમયમાં ગુનેગારો પણ આધુનિક રીતે ચોરી કરતાં થઈ ગયા છે. આ દરમિયાન જામનગર પોલીસે જિલ્લામાં ઓનલાઈન ગેમીંગના નામે લૂંટ કરતી ટોળકીને ઝડપી પડી છે. પોલીસને ઓનલાઈન ગેમીંગથી લૂંટ મચાવતા શખ્સો વિશે બાતમી મળી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ અધિકારીઓએ એસ.ઓ.જી સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ પાડી હતી. જ્યાં આરોપીઓ પોતાની પાસે રહેલ અને કમીશનથી મેળવેલ અન્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ફ્રોડના અને ગેરકાયદેસર ચાલતી ઓનલાઈન ગેમીંગના નાણા રાખ્યા હતા. જે રેડ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમની પોતાની પાસે રહેલ લેપટોપ, ટેબલેટ અને મોબાઈલ ફોન તથા મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, આ ગુનેગારો લેપટોપ, ટેબલેટ અને મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન બેંકિંગના માધ્યમથી તેમજ ઓ.ટી.પી શેર કરી પોતાના મળતીયાઓ સાથે મળીને લૂંટ મચાવતા હતા. જે અંતર્ગત પોલીસે જામનગર ખાતેના સહ આરોપી તથા મુદ્દામાલ સાથે ગુનેગારોને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.