ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર મનપાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ: બોર્ડમાં થઈ ગરમા-ગરમી, જુઓ કેમ...

ગત તારીખ 19 ઓક્ટોબરના રોજ જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં વિપક્ષ દ્વારા કોર્પોરેશન સામે સવાલે ઉઠાવ્યા હતા.

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

જામનગર મનપાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ
જામનગર મનપાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ (Etv Bharat Gujarat)

જામનગર: જામનગર મહાનગરપાલિકાની તારીખ 19મી ઓક્ટોબરે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષ દ્વારા ચોમાસુ વિત્યા બાદ પ્રજાને જામ થયેલી ભુગર્ભ ગટરો, સફાઈના અભાવ અને ભંગાર રસ્તાને કારણે થતી હાલાકીના મુદ્દે સત્તાધિશો ઉપર પસ્તાળ પાડવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર બિગેડની નવી ઉભી થઈ રહેલી પ્રિવેન્શન વીંગમાં ભરતીના નિયમો અને કોર્પોરેશનના સેટઅપમાં સુધારાના એજન્ડા પર ચર્ચા બાદ તેને બહાલી આપવામાં આવી હતી.

ખરાબ રસ્તાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા: ચોમાસા બાદ હવે શહેરમાં ખાડા વગરનો એક પણ માર્ગ શોધવો મુશ્કેલ બન્યો છે. ખરાબ રસ્તાઓને કારણે થતી હાલાકીથી લોકો રીતસરના ત્રાહીમામ પોકારી ગયા છે. આ જ રીતે ભુગર્ભ ગટરની સફાઈ અને વિસ્તારોની આંતરિક સફાઈની ફરિયાદો ચાલુને ચાલુ છે. તેથી પ્રજાના આવા પ્રશ્નોને લઈને કોર્પોરેશનના વિપક્ષ દ્વારા શાસકો ઉપર પસ્તાળ પાડીને શહેરના રસ્તા ક્યારે બનાવવાના શરુ થશે. તેનો હિસાબ માંગવામાં આવ્યો હતો.

જામનગર મનપાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ (Etv Bharat Gujarat)

મનપામાં ફાયર પ્રિવેન્શન વીંગની રચના કરાઈ: આ ઉપરાંત આગ લાગી શકે તેવા કારણોને જ ડામી દેવાના સરકારના અભિગમને કારણે રાજ્યની તમામ કોર્પોરેશનોની માફક જામનગર મનપામાં પણ ફાયર પ્રિવેન્શન વીંગની રચના કરવામાં આવી રહી છે. જેમાં સીવીલ અને મિકેનિકલ ઈજનેર, ટેકનિકલ અને ક્લેરિકલ સ્ટાફ મળીને અંદાજે 37 કર્મચારીઓની જગ્યા ભરવાની થાય છે. ત્યારે આ જગ્યાઓ ભરવા માટે ભરતીના નિયમો આ ઉપરાંત તારીખ 19/9/ 24ની સ્ટેન્ડિંગ કમિટીમાં થયેલી ભલામણ મુજબ મંજુર થયેલા સેટઅપમાં સુધારાની બે દરખાસ્તો ઉપર પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. તે ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તા.3 જુલાઈ-24 અને 29 ઓગસ્ટ-24ની બેઠકોની મીનીટીસને બહાલી અપાઇ હતી.

આ પણ વાંચો:

  1. ઇકોઝોનના વિરોધમાં પ્રથમ વખત જૂનાગઢ સાંસદ જોડાયા, શું કહ્યું રાજેશ ચુડાસમાએ જાણો...
  2. ભુજની પાલારા જેલના મહિલા બેરેકમાંથી મોબાઇલ અને ચાર્જર મળ્યા, મધરાત્રે મેગા ઓપરેશન

ABOUT THE AUTHOR

...view details