ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના રાજવીએ રૂપાલા વિવાદમાં લખ્યો બીજો પત્ર,જાણો શુ લખ્યુ પત્રમાં - Parasotam Rupala Controversy - PARASOTAM RUPALA CONTROVERSY

જામસાહેબે બીજો પત્ર જાહેર કર્યો જેમાં કહ્યું છે કે રૂપાલા ક્ષત્રિય સમાજના આગેવાનો અને ધર્મગુરુઓની મળી માફી માંગે તો તેમને માફ કરી દેવા જોઈએ. જામસાહેબે ગઈકાલના પત્રમાં રૂપાલાને હરાવવાની વાત કરી હતી. અને આજના પત્રમાં રૂપાલાને માફી આપવાની વાત કરી છે.

જામનગરના રાજવીએ રૂપાલા વિવાદમાં લખ્યો બીજો પત્ર
જામનગરના રાજવીએ રૂપાલા વિવાદમાં લખ્યો બીજો પત્ર

By ETV Bharat Gujarati Team

Published : Apr 10, 2024, 5:35 PM IST

જામનગર:પરશોત્તમ રૂપાલા વિવાદમાં એક બાદ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરષોત્તમ રૂપાલા વિવાદમાં ગઈકાલે 9 એપ્રિલે રાજકોટના રાજવી માંધાતાસિંહજીએ પત્રકાર પરિષદ કરી હતી. તો જામનગરના રાજવી જામસાહેબે પણ એક પત્રકાર પરિષદ કરી સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું, જેમાં જામસાહેબે કહ્યું હતું કે લોકશાહીની રીતે પરષોત્તમ રૂપાલાને હરાવવા જોઈએ.

જામનગરના રાજવીએ રૂપાલા વિવાદમાં લખ્યો બીજો પત્ર

જામ સાહેબે લખ્યો બીજો પત્ર:આજે 10 એપ્રિલે જામસાહેબે બીજો પત્ર જાહેર કર્યો છે, જેમાં કહ્યું છે કે રૂપાલા ક્ષત્રિય સમાજના આગેવાનો અને ધર્મગુરુઓને મળી માફી માંગે તો તેમને માફ કરી દેવા જોઈએ. જામસાહેબે ગઈકાલના પત્રમાં રૂપાલાને હરાવવાની વાત કરી હતી. આજના પત્રમાં રૂપાલાને માફી આપવાની વાત કરી છે. "મારા ગઇકાલના રૂપાલાજીના નિવેદન બાબતેના પત્રના અનુસંધાનમાં,ગઇકાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો ઘણા ધર્મગુરૂઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઇ.

વડાપ્રધાન માટે લખી આ વાત :મારા ધ્યાન પર આવ્યુ કે, રૂપાલાએ પહેલા બે વાર માફી માંગી લીધી છે, પરંતુ આટલુ પૂરતુ નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરૂઓની સામે માફી માંગવી જોઇએ. ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો "ક્ષમા વિરસ્ય ભુષણમ્"ના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઇએ.

રૂપાલાને માફી મળવી જોઈએ?:આ ચૂંટણી નરેન્દ્ર મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાની ચૂંટણી છે. આપણા ગુજરાતના નરેન્દ્ર મોદીએ દેશને ખૂબ આગળ વધાર્યો છે. દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે. આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે. આ ધ્યાને લઇ આપણે આગળ વધવું જોઇએ.

  1. જામનગરના જામ સાહેબે રૂપાલા વિરૂદ્ધ રાજપૂતોના આંદોલનને આપ્યું સમર્થન - Loksabha Election 2024
  2. રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનો જુવાળ પહોંચ્યો હિન્દી હાર્ટલેન્ડમાં, રાષ્ટ્રવાદી જનલોક પાર્ટી રૂપાલા વિરુદ્ધ ચૂંટણી લડવા તૈયાર - Parasotam Rupala Controversy

ABOUT THE AUTHOR

...view details