ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે PGVCL કચેરી માથે લીધી, ટેબલ પર લાકડી પછાડી અધિકારીને કહ્યું,'ઉભા થાવ' - JAMNAGAR NEWS

જામનગરમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે PGVCL કચેરી ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. જાણો સમગ્ર ઘટના...

કોંગ્રેસ મહિલા કોર્પોરેટરે PGVCL કચેરી માથે લીધી
કોંગ્રેસ મહિલા કોર્પોરેટરે PGVCL કચેરી માથે લીધી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2024, 7:15 PM IST

Updated : Oct 10, 2024, 7:20 PM IST

જામનગર: જામનગરમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે આજે PGVCL કચેરીએ પહોંચી હંગામો મચાવ્યો હતો. સોલાર લગાવ્યા બાદ પણ વીજ બિલ વધુ આવતા વીજ કચેરીએ રજૂઆત કરતા મહિલા કોર્પોરેશન ભાન ભૂલ્યા હતા. જેમાં પોલીસને બોલાવાની ફરજ પડી હતી.

કોંગ્રેસ મહિલા કોર્પોરેટરે રોષ વ્યક્ત કર્યો: જામનગર મહાનગરપાલિકા વોર્ડ નં.4ના કોંગ્રેસ કોર્પોરેટર રચનાબેન નંદાણિયાના ઘરે સોલાર લગાવ્યા બાદ પણ મોટુ વીજળી બિલ આવ્યું હતુ. જે બાદ મહિલા કોર્પોરેટરે વીજ કચેરી ખાતે પહોંચી ઉચ્ચ અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. રચનાબેન નંદાણિયાએ લાકડી સાથે વીજ કચેરીમાં હંગામો કરીને રોષ વ્યકત કર્યો હતો. અધિકારીની ચેમ્બરમાં ધુસીને ટેબલ પરની ફાઈલો વેરવિખેર કરીને મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો.

કોંગ્રેસ મહિલા કોર્પોરેટરે PGVCL કચેરી માથે લીધી (Etv Bharat Gujarat)

અધિકારી પર ભષ્ટ્રાચારના ગંભીર આક્ષેપો: રચનાબેન નંદાણિયાએ ગરીબ લોકોને સ્માર્ટ મીટરના નામે લુંટાતા હોવાનો આક્ષેપો કર્યો હતો. હાથમાં લાડકી લઈ રચના નંદાણીયા વીજકચેરી ખાતે પહોંચ્યા હતા. અને અધિકારી સાથે બોલાચાલી કરી હતી. બિલ વધુ આવતા નગર સેવિકાએ હોબાળો કર્યો હતો. સ્માર્ટ મીટર લગાવવાથી બિલ વધુ આવતા વિરોધ કર્યો હતો. જે બાદ પોલીસને બોલાવાની ફરજ પડી હતી. પોલીસે મહિલા કોર્પોરેટરની અટકાયત કરી છે.

આ પણ વાંચો:

  1. અમદાવાદનું ચારતોડા કબ્રસ્તાન ફરી ચર્ચામાં, ગેરકાયદેસર જમીન કબજાના વિવાદ મામલે વક્ફ ટ્રિબ્યુનલે સ્ટે ઓર્ડર ફગાવ્યો
  2. ફિલ્મી કહાની જેવો કિસ્સો: ભાઈના મોતને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ, ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી
Last Updated : Oct 10, 2024, 7:20 PM IST

ABOUT THE AUTHOR

...view details