જામનગર: સમગ્ર દેશમાં આજરોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર ભાજપ પરિવાર દ્વારા જામનગરના ચાંદી બજાર ખાતે આવેલા બાપુના પૂતળાને સુતરની આટી પહેરાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. સાથે સાથે ભાજપ પરિવાર દ્વારા ખાદી ભંડાર ખાતે ખાદીની ખરીદી કરવામાં આવી હતી. જેમાં રૂપિયા એક લાખની ખાદીનું આજરોજ વેચાણ થયું છે.
ઉપરાંત જામનગર શહેરમાં જામનગરની આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સૂત્રોચાર કરવામાં આવ્યા હતા તેમજ સ્વચ્છતા જાગૃતિ અંગેના બેનર લગાવવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જામનગરમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું.