ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત પોલીસના 12 IPSને નવું વર્ષ ફળ્યું, જાણો કોને કોને મળ્યું પ્રમોશન - IPS PROMOTION GUJARAT

ગુજરાત સરકાર દ્વારા IPS અધિકારીઓને પ્રમોશનની જાહેરાત કરાઈ...

ગુજરાતના પોલીસ અધિકારીઓને નવા વર્ષે પ્રમોશન મળ્યું
ગુજરાતના પોલીસ અધિકારીઓને નવા વર્ષે પ્રમોશન મળ્યું (X @dgpgujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2025, 3:54 PM IST

અમદાવાદઃ ગુજરાત પોલીસના 12 IPS અધિકારીઓને માટે નવું વર્ષ ખુશીના સમાચાર લઈને આવ્યું છે. આ અધિકારીઓને નવા વર્ષે સરકાર તરફથી પ્રમોશનની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસમાં આ અધિકારીઓની બઢતી સાથે તેમને પગાર અને વિવિધ ક્ષમતાઓમાં પણ વધારો થયો છે.

પોલીસ અધિકારીઓના પ્રમોશનના આદેશ (GUJARAT POLICE)

જેમાં IPS નીરજા ગોટરુંને પોલીસ ભરતી બોર્ડના DGP, IPS તરુણ દુગ્ગલને મહેસાણાના DIG, IPS હિતેશ જોયસરને સુરત ગ્રામ્યના DIG, ગૃહ સચિવ નિપુણા તોરવણેને ADGP, IPS આરવી ચુડાસમાને SRPF ગ્રુપ 9 વડોદરાના DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

પોલીસ અધિકારીઓના પ્રમોશનના આદેશ (GUJARAT POLICE)

સાથે જ IPS સરોજકુમારીને પશ્ચિમ રેલવેના DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. IPS ડૉ. જી. એ. પંડ્યાને સુરેન્દ્રનગરમાં DIG તરીકે પ્રમોટ કરાયા છે. IPS આર પી બારોટને સુરતમાં એડિશનલ કમિશનર તરીકે પ્રમોટ કરાયા છે. IPS રાજન સુસરાને મરિન ટાસ્કફોર્સ કમાન્ડરના DIG તરીકે બઢતી મળી છે. IPS સુધા પાંડેને SRPF ગ્રુપ 13 રાજકોટ DIG તથા IPS સુજાતા મજુમદારને સ્ટેટ એકેડેમીમાં જોઈન્ટ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીઓના પ્રમોશનના આદેશ (GUJARAT POLICE)
  1. નવા વર્ષના પહેલા દિવસે ભારત માલા હાઇવે પર લક્ઝરી અને ટેન્કર વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત
  2. વર્ષ 2025 ની શરૂઆત શિવભક્તોએ મહાદેવના દર્શન કરીને કરી, અલગ અલગ રાજ્યના શિવ ભક્તો સોમનાથ આવ્યા

ABOUT THE AUTHOR

...view details