ગુજરાત

gujarat

ETV Bharat / state

નશાકારક કોનેક્ષ ટી સીરપની 240 બોટલ્સ સાથે 2 ઝડપાયા, ઉધના પોલીસે 1.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો - Udhana police - UDHANA POLICE

નશાકારક સીરપની 240 નંગ બોટલ્સ સાથે 2 ઈસમોને ઉધના પોલીસે ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી મોપેડ, 2 મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ 1.87 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. Intoxicating Konex syrup Udhana police Seizes 240 bottles 2 nabbed

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 31, 2024, 8:42 PM IST

સુરતઃ ઉધના પોલીસને નશાકારક સીરપની 240 નંગ બોટલ્સ સાથે 2 ઈસમોને ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસે ઝડપાયેલા બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફોરેક્સ કંપનીની આ દવાઓ મેડિકલ યુઝને બદલે લોકોને નશા કરવા માટે આપવામાં આવતી હતી.

240 બોટલ્સ જપ્તઃ સુરતમાં ઉધના પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન ઉધના નવસારી રોડ લક્ષ્મીનારાયણ મંદિર પાસે જાહેર રોડ પરથી 26 વર્ષિય સચિન શંભુલાલ ખત્રી અને 21 વર્ષિય ઋષિકેશ આધારભાઈ મુટેકરને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી નશો કરવામાં ઉપયોગ થઈ રહેલી કોનેક્ષ ટી સીરપની બોટલો જપ્ત કરી હતી. પોલીસે નશાકારક સીરપની કુલ 36 હજારની કિમંતની 240 નંગ બોટલો જપ્ત કરી હતી. પોલીસે 2 મોબાઈલ, 21700 રોકડ રકમ અને મોપેડ એમ મળી કુલ 1,87,900 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસે ઝડપાયેલા બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ઉધના નવસારી રોડ લક્ષ્મીનારાયણ મંદિર પાસે જાહેર રોડ પરથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલો આરોપી સચિન શંભુલાલ ખત્રી અગાઉ પણ મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારના ગુનામાં પકડાયો હતો. આ સીરપની બોટલો અંગે તેઓ પાસે કોઈ પરવાનગી નહતી. જે લોકો નશો કરે છે તે લોકોને આ સીરપ વેચવાનો હોવાની માહિતી હોવાથી આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીઓ પાસેથી સીરપની 240 નંગ બોટલો મળી કુલ 1,87,900 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે.

  1. Lok Sabha Election 2024 : મહેસાણા પોલીસ વિભાગનો એક્શન મોડ ઓન, 9 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ શરૂ
  2. Patan Crime : પાટણમાં ગેરકાયદેસર હથિયારની લે વેચનો પર્દાફાશ, પાટણ પોલીસે બે શખ્સને દબોચ્યા

ABOUT THE AUTHOR

...view details