અમદાવાદ: ગુજરાતીઓ જેમ ગ્લોબલ બનતા જાય છે એમ ગુજરાતી ફિલ્મો પણ ગ્લોબલ બનતી જાય છે. છેલ્લાં ઘણાં સમયથી જેની રાહ જોવાતી હતી એ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ - 2024 ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના ઓપેરા હાઉસમાં યોજાશે. અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ - 2024ની જાહેરાત કરતાં ફેસ્ટિવલ ડિરેક્ટર અને ફિલ્મ નિર્દેશક ઉમેશ શુક્લાએ જણાવ્યું હતુ કે, ગુજરાતી ફિલ્મોમાં હવે વિષયની વૈવિધ્યતા વધી છે, જે યુવાઓને આકર્ષે છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ પોતાની માતૃભાષામાં ફિલ્મો જોવા ઇચ્છે છે, જે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના આયોજનથી વિદેશમાં વસતા ગુજરાતીઓને ઉત્તમ ગુજરાતી ફિલ્મો એક સાથે જોવા મળવાનો અવસર આપશે.
ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ-2024 અંગે ઉમેશ શુક્લા સાથે વાત ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ - 2024ની ટીમમાં કોણ છે: ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ - 2024ની ટીમમાં ગુજરાતી અને હિંદી ફિલ્મના અગ્રણી ગુજરાતી કલાકારો જોડાયા છે. ફિલ્મ ફેસ્ટિવલના ડાયરેક્ટર જાણીતા ફિલ્મ નિર્દેશક ઉમેશ શુકલા છે. સાથે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની 2024ની સિઝન માટેના જ્યુરી મેમ્બર્સમાં જાણીતા અભિનેત્રી ગોપી દેસાઈ, લેખક -વક્તા જય વસાવડા, સ્ટોર્મ એશવુડ, ફેસ્ટિવલના સ્થાપક કૌશલ આચાર્યનો સમાવેશ થાય છે. સિડની ખાતેનો 2024નો ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ જૂન મહિનાની 28 થી 30 એમ ત્રણ દિવસના સમયગાળા માટે યોજાશે. જેમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં રહેતા આશરે ચાર હજારથી વધુ ગુજરાતીઓ સહભાગી બનીને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મોનો આનંદ માણશે.
ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ-2024 અંગે કિંજલ રાજપ્રિય સાથે વાતચિત ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ - 2024 અંગે અભિનેત્રી કિંજલ રાજપ્રિયએ ETV Bharat સાથે વાત કરી. જાણો શું કહ્યુ ..
ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ-2024 અંગે મલ્હાર ઠાકર સાથે વાતચિત ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ - 2024 અંગે અભિનેતા મલ્હાર ઠારકે ETV Bharat સાથે વાત કરી
ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ -2024નું શું છે મહત્વ: અમેરિકાના ચાર સ્થળોએ આ આગાઉ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો. ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ આ અગાઉ અમેરિકાના ન્યૂજર્સી, લોસ એન્જલસ, એટલાન્ટા અને શિકાગો ખાતે યોજાયો હતો. જેમાં સરેરાશ પાંચ હજાર ગુજરાતી ફિલ્મોના રસિકોએ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મોનો આનંદ માણ્યો હતો. 2024નો આ ફિલ્મ ફેસ્ટિવલ સિડનીના આપેરા હાઉસ ખાતે યોજાશે, જે દેશની પ્રાદેશિક ભાષાનો પ્રથમ ફિલ્મ ફેસ્ટિવલ બની રહેશે. આ વર્ષે સિડનીની પસંદગી પાછળના કારણોમાં ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓની માંગ છે અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ થકી પોતાની સંસ્કૃતિ અને ભાષાથી નવી પેઢીને પરિચિત કરવા માંગે છે. ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું ગ્રાન્ડ ઓપનિંગ ઇવનિંગનું સૌથી મોટું આકર્ષણ અને ઓપેરા હાઉસની ભવ્યતા મહત્વની સાબિત થશે જેના થકી ગુજરાતી ફિલ્મોને ગુજરાતી ડાયસ્પોરા અને વિશ્વ સુધી લઇ જવામાં માઇલસ્ટોન ઇવેન્ટ બની રહેશે.
અભિનેતા હિતુ કનોડિયાએ ETV Bharat સાથે વાત કરી ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ - 2024 અંગે અભિનેતા હિતુ કનોડિયાએ ETV Bharat સાથે વાત કરી.
ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ-2024 ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ - 2024 અંગે કલાકાર અને નિર્દેશક દેવેન ભોજાણીએ ETV Bharat સાથે વાત કરી.
ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ-2024 અંગે ગોપી દેસાઈ સાથે વાત સિડનીના ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ - 2024માં જોડાશે ગુજરાતી ફિલ્મોના મહારથીઓ: સિડનીના ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ - 2024માં ગુજરાતી ફિલ્મ કલાકારો સહભાગી બનશે સાથે ગુજરાતી સંસ્કૃતિના અનોખા આ ફેસ્ટિવલમાં અનેક ફિલ્મ રસિકો, ઉદ્યોગ વ્યાવસાયિકો અને ફિલ્મ સમુદાયના સભ્યો સહભાગી બનશે. 2024ના આ ફેસ્ટિવલનું સૌથી મોટું આકર્ષણ જાણીતા અભિનેતા બોમન ઈરાની અને દેવેન ભોજાણી બનશે જેઓ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ સાથે હાલ ગુજરાતી ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકર, યશ સોની અને સાથે અન્ય ગુજરાતી સ્ટાર્સ પણ ઓપેનિંગ ઇવેન્ટમાં સહભાગી બનશે.
ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ-2024 અંગે કૌશલ આચાર્ય સાથે વાતચિત