આજે 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ એ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે (etv bharat gujarat) જુનાગઢ: આજે 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ એ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. અ સાથે ભારતના ખૂલે ખૂણે વસતા યોગવીરો માટે તો આ દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે. એવી એક યોગવીર છે જૂનાગઢની માહિ વાછાણી. માહિએ યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવીને ભલભલાને મંત્રમુગ્ધ કરી દે તે પ્રકારે કઠિનમાં કઠિન યોગ કરે છે. અને તેના આ યોગ થકી તે માનસિક અને શારીરિક સ્વસ્થતા પ્રાપ્ત કરી રહી છે.
જાણીએ આ માતા-પુત્રીની યોગમાં નિપૂર્ણ બનવાની સફર (etv bharat gujarat) યોગમા પારંગત જુનાગઢની માહિ: માહી વાછાણી યોગમાં આજે પારંગત બની ચૂકી છે તે તેના છ વર્ષની સખત તાલીમ અને દૈનિક અભ્યાસનું પરિણામ છે. આજે માહી ખૂબ જ કઠિન ગણાતા યોગને પણ ચપટી વગાડતા જ કરી નાખે છે.
માહિને યોગ તરફ વાળનાર તેની માતા જ હતી (etv bharat gujarat) રાજ્યકક્ષાએ આયોજિત થતી યોગની સ્પર્ધાઓમાં પણ માહી વાછાણીએ ખૂબ જ સફળતા સાથે ઉજ્જવળ દેખાવ કરીને યોગ સ્પર્ધામાં રાજ્ય કક્ષાના અનેક ઇનામો પ્રાપ્ત કર્યા છે. ઉપરાંત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ પૂર્ણ થયેલી યોગ સ્પર્ધામાં પણ માહી જીતવામાં સફળ રહી હતી.
જૂનાગઢની માહિ વાછાણી જે આજે કઠિનમાં કઠિન આસન પણ સરળતાથી કરી લે છે (etv bharat gujarat) માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે યોગ: માહીએ યોગની મહારત તેની માતા વિમળાબેન વાછાણી પાસેથી વારસામાં મેળવી છે. વિમળાબેન વાછાણી પણ યોગમાં ખૂબ જ પારંગત છે. આજે તેઓ જૂનાગઢ જિલ્લાના યોગ કોચ તરીકે સફળતાપૂર્વક કામગીરી કરી રહ્યા છે.
જૂનાગઢની માહીએ માતાના પગલે ચાલીને પ્રાપ્ત કરી યોગમાં વિશેષ પારંગતતા (etv bharat gujarat) માતાના નક્ષે કદમ પર ચાલીને માહી એ પણ યોગમાં વિશેષ મહારત હાસલ કરી છે. માહી માને છે કે, યોગ કરવાથી ન માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક શાંતિનો પણ અનુભવ થાય છે. ઉપરાંત યોગ કરવાથી શરીરના આંતરિક અંગોને પૂરતા પ્રમાણમાં વ્યાયામ મળે છે જેને કારણે મેદસ્વિતા પણું અને અન્ય નાની-મોટી બીમારીઓ દૂર રહે છે. યોગ કરવાથી મન સ્ફૂર્તિથી ભરપૂર બને છે પરિણામે સમગ્ર દિવસ એકદમ હળવાફૂલ વાતાવરણમાં પૂર્ણ થાય છે.
- વિશ્વ યોગ દિવસ, મળો જુનાગઢના રબર બોયને જેણે યોગમાં હાંસલ કરી છે મહારત - World Yoga Day 2024
- રાજકોટના 66 વર્ષીય જ્યોતિબેન યુવાનોને શીખવે છે જીવન-યોગના પાઠ, આવો છે નિત્યક્રમ... - World Yoga Day 2024