ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉંઝાથી ભારતીય રેલવેના પ્રથમ એક્સક્લૂઝિવ કન્ટેનર ટર્મિનલનો પ્રારંભ, કૃષિમંત્રીએ આપી લીલી ઝંડી - EXCLUSIVE CONTAINER RAIL TERMINAL

મહેસાણાના ઉંઝાથી આજે મહા શિવરાત્રીના પર્વે (26 ફેબ્રુઆરી 2025) ભારતીય રેલવેની પ્રથમ એક્સક્લૂઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ (ECRT)નું ઉદ્ધાટન કરાયું છે.

ઉંઝાથી ભારતીય રેલવેના પ્રથમ એક્સક્લૂઝિવ કન્ટેનર ટર્મિનલનો પ્રારંભ
ઉંઝાથી ભારતીય રેલવેના પ્રથમ એક્સક્લૂઝિવ કન્ટેનર ટર્મિનલનો પ્રારંભ (ભારતીય રેલવે)

By ETV Bharat Gujarati Team

Published : Feb 26, 2025, 9:54 PM IST

ઉંઝા-મહેસાણા:પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવચા ઉંઝા રેલવે સ્ટેશનથી આજે મહા શિવરાત્રીના પર્વે (26 ફેબ્રુઆરી 2025) ભારતીય રેલવેના પ્રથમ એક્સક્લૂઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ (ECRT)નું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, ઉંઝાના ધારાસભ્ય કિરીટકુમાર પટેલે લીલી ઝંડી આપીના આ ટર્મિનલથી કન્ટેનર ટ્રેનને લીલી ઝંડી પણ આપી. ઉંઝા ટર્મિનલથી જીરૂ, ઈસબગુલ સહિતના અન્ય મસાલાઓથી ભરેલી આ પ્રથમ કન્ટેનર ટ્રેનને મુદ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે લીલી ઝંડી આપીને રવાના કરી હતી.

પ્રથમ કન્ટેનર ટ્રેનને મુદ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે લીલી ઝંડી અપાઈ (ભારતીય રેલવે)

મંડળના પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ માલ પરિવહનના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પરિવર્તનનું પ્રતીક છે, આ સૌ પ્રથમ લોડિંગમાં 100 કન્ટેનરને લાદવામાં આવ્યા છે. જેનાથી રેલવેને 9.16 લાખની આવક થશે. જે આ ટર્મિનલની આર્થિક સફળતાને દર્શાવે છે.

ભારતીય રેલવેના પ્રથમ એક્સક્લૂઝિવ કન્ટેનર રેલ ટર્મિનલનું ઉદ્ધાટન (ભારતીય રેલવે)

સિનિયર ડિવિઝનલ અને કોમર્શિયલ મેનેજર શ્રી અન્નુ સાઈએ આ ઐતિહાસિક સિદ્ધિને શક્ય બનાવવા માટે સહકાર આપવા બદલ તમામ હિતધારકો, ખાસ કરીને બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ, અદાણી લોજિસ્ટિક્સ, ઉંજા બિઝનેસમેન, ડિવિઝનલ રેલવે મેનેજર સુધીર કુમાર શર્માનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે રેલવે અધિકારીઓ અને ક્રૂનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સિદ્ધિ સામૂહિક પરિવહનના નવા યુગની શરૂઆત દર્શાવે છે, જ્યાં રેલવે ભારતની આર્થિક અને ખેતી પ્રગતિની કરોડરજ્જુ બનશે.

  1. હોળી પર રેલવે દોડાવશે 28 સ્પેશિયલ ટ્રેન, આજથી બુકિંગ શરૂ, જાણો રૂટ
  2. જનરલ ટિકિટના નિયમોમાં થઈ શકે છે મોટો ફેરફાર! તમને જાણીને આનંદ થશે

ABOUT THE AUTHOR

...view details