અમદાવાદઃ પશ્ચિમ રેલવેના સાણંદ સ્ટેશન પર નોન-ઈન્ટરલોકિંગ કામને કારણે સાણંદ-છારોડી સેકશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 22A ચેખલા ફાટક (km 524/18-20), રેલવે ક્રોસિંગ નંબર 23 લાયપુરા ફાટક (km 525/16-18) અને રેલવે ક્રોસિંગ નંબર 25 વાસણા ફાટક (Km 527/28-30) 20 જુલાઈ 2024 ના રોજ સવારે 06.00 વાગ્યા થી 21.00 વાગ્યા સુધી બંધ રહેશે.
વૈકલ્પિક ક્રોસિંગઃ માર્ગ પરિવહનકર્તા આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 29 (ખોડા રેલવે ફાટક), રેલવે ક્રોસિંગ નંબર 37 (સચાણા ગામ રેલવે ફાટક), રેલવે ક્રોસિંગ નંબર 24 (લાયપુરા રેલવે ફાટક) અને રેલવે ક્રોસીંગ નં. 26 (વાસના રેલવે ફાટક) નો ઇસ્તેમાલ કરી શકેછે. 21 જુલાઈના રોજ વડોદરા મંડળના કનીજ સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.
પ્રભાવિત થતી વિગતોઃ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વડોદરા-ગૈરતપુર સેક્શનના કનીજ સ્ટેશન પર 21 જુલાઈ 2024ના રોજ નવા ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે અમદાવાદ મંડળ થી દોડતી/પસારથતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
21 જુલાઈ 2024ના રોજ પૂર્ણતઃ નિરસ્ત ટ્રેનો
1. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
2. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
3. ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
4. ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
5. ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ
6. ટ્રેન નંબર 09399 આણંદ-અમદાવાદ મેમુ સ્પેશિયલ