Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) અમદાવાદ: મોબાઈલ અને ઈન્ટરનેટની દુનિયામાં સાયબરક્રાઈમના કિસ્સાઓ વધી રહ્યા છે. એમાં પણ AIએ જ્યારે આ દુનિયામાં પ્રવેશ કર્યો છે. ત્યારે તેના ફાયદાની સાથે ગેરફાયદા પણ સામે આવી રહ્યા છે. તેના તાજેતરના ઉદાહરણ ડીપફેક જેવી ઘટનાઓ છે. જે લોકોને ગેરમાર્ગે દોરે છે. ડિજિટલ ક્રાંતિની સાથે સાયબર સુરક્ષા પણ ખૂબ મહત્વની બની રહે છે.
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) મહત્વપૂર્ણ પગલુંઃસાયબર સિક્યુરિટીમાં નવા યુગની આ શરૂઆત INDUS યુનિવસિર્ટી ખાતે કરવામાં આવી છે. INDUS યુનિવસિર્ટીએ હેરિટેજ સાયબરવર્લ્ડ એલએલપી અને તેના પોતાના કમાન્ડ કંટ્રોલ સેન્ટર DRONAના સહયોગથી ભારતના ડિજિટલ સંરક્ષણ નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @2047 તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યુ છે.
AI-સંચાલિત સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ થવાથી વિદ્યાર્થીઓને હવે AI ક્ષેત્રમાં પણ કરિયર બનાવવાની તક મળશે. જે માટે ઈન્ડસ યુનિવસિર્ટી ખાતે અદ્યતન સાયબર સુરક્ષા અને ડિજિટલ ફોરેન્સિક સાધનોથી સજ્જ એક અત્યાધુનિક લેબની સ્થાપના કરવામાં આવી રહી છે. જે બે મહિના બાદ તૈયાર થઈ જશે. આ લેબમાં સાયબર સુરક્ષામાં AIને લગતી તમામ સુવિધાઓ હશે. જે એક અદ્યતન સુવિધા નવીનતા, શિક્ષણ અને તાલીમ માટે એક હબ તરીકે સેવા આપશે, મજબૂત સાયબર સુરક્ષાને પ્રોત્સાહન આપશે...ધ્રુવ પંડિત(ફાઉન્ડર અને CEO, હેરિટેજ સાયબરવર્લ્ડ એલએલપી)
સાયબર હુમલા અટકશેઃ AI એ ઘણા ક્ષેત્રોમાં માનવ સંસાધનનો એક વિકલ્પ બનશે તો આવનારા સમયની અંદર તે એક કરિયર પણ બનશે, જેના થકી આગામી સમયની અંદર AIથી થનારા નુકસાન અથવા રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડતી બાબતોનો ખૂબ જ સરળતાથી નિકાલ લાવી શકાશે. અને કામ પણ ઝડપી બનાવી શકાશે. સાયબર સુરક્ષા ખૂબ જ મહત્વની બાબત છે. હેકર્સ દ્વારા પણ અમુક વેબસાઈટ હેક કરી લેવામાં આવતી હોય છે. હવે જે ગુનાઓ છે તેની પેટર્ન બદલાઈ છે. જે હુમલાઓ પહેલા ઘરમાં થતા હતા હવે એ વાયરસ રૂપે ઈન્ટરનેટ દ્વારા તમારા ફોન કે લેપટોપમાં થઈ રહ્યા છે. ત્યારે આ ટેક્નોલોજીનો ઉપયોગ સાયબર હુમલાઓને અટકાવવા માટે કરવામાં આવશે.
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) 2 લાખ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ્સઃ આવનારા સમયની અંદર સાયબર સુરક્ષા મહત્વની બની રહેશે. જેમાં વિદ્યાર્થીઓ અત્યારથી જ પારંગત બને તે જરૂરી હોય છે. ભારત સરકારના દરેક ક્ષેત્રમાં AIની હવે જરૂરિયાત વધી રહી છે. આવનારા સમયની અંદર 2 લાખ સાયબર સિક્યુરિટી એક્સપર્ટની જરૂરિયાત ઉભી થવાની છે. ત્યારે વિદ્યાર્થીઓેને આ માટે તૈયાર કરવાની જવાબદારી યુનિવસિર્ટીની હોય છે.
AI-સંચાલિત સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ થવાથી વિદ્યાર્થીઓને હવે AI ક્ષેત્રમાં પણ કરિયર બનાવવાની તક મળશે. અમે એવિએશન સાયબર સિક્યુરિટીનો નવો કોર્ષ લાવ્યા છે. જેનાથી એક 787 બોઈંગ જેવા પ્લેન પર જો સાયબર એટેક થાય તો પણ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ્સ આ હુમલાને ખાળી શકે છે...રાધિકા ભંડારી, (ડાયરેક્ટર, WIIA)
- Future Technology Risk: આવનારા સમયમાં કેટલીક ટેકનોલોજી જોખમી બની શકે છે !!!
- Gemini AI : દરેક ગૂગલ ઉત્પાદનમાં જેમિની એઆઈ હોવું ખૂબ જ ચિંતાજનક, ઇલોન મસ્કે ઉઠાવ્યાં પ્રશ્નો