વલસાડ:મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 'સ્વચ્છતા હી સેવા' વિષય સાથે સમગ્ર ભારતભરમાં વહેલી સવારે અનેક જગ્યાઓ પર સાફ-સફાઈ અભિયાન શરૂ કરાયું હતું. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ વહીવટી તંત્ર પોલીસ વિભાગ તેમજ રાજકીય આગેવાનો સહિતના લોકોએ સ્વચ્છતા અંતર્ગત સાફ-સફાઈ અભિયાનમાં એક કલાક સુધી શ્રમદાનમાં ભાગ આપ્યો હતો અને એક જગ્યા ઉપર સાફ-સફાઈ કરવામાં આવી હતી.
મહાત્મા ગાંધીની પ્રતિમાને હાર અર્પણ કરાયા: મહાત્મા ગાંધીની 155 ની જન્મ જયંતી નિમિત્તે આજે અનેક જગ્યાઓ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ ગાંધી લાઇબ્રેરીની પાસે આવેલી ગાંધીજીની પ્રતિમા ઉપર સાંસદ ધવલ પટેલ, નાણાપ્રધાન કનુ દેસાઈ, વલસાડ જિલ્લા કલેકટર સહિત અનેક લોકોએ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી તેમને સિદ્ધાંતોને યાદ કર્યા હતા. સત્ય અહિંસા સેવા અને સ્વચ્છતા જેવા અનેક ગુણોને આજે યાદ કરી તેને સતત જાળવી રાખવા જણાવ્યું હતું.
વલસાડ જિલ્લામાં કલેકટર, સાંસદ, નાણાપ્રધાન 'સ્વચ્છતા હી સેવા' ના શ્રમદાન યજ્ઞમાં જોડાયા (Etv Bharat gujarat) નાણામંત્રી સહિત અનેક લોકો સાફ-સફાઈમાં જોડાયા: વલસાડ જિલ્લામાં આજે ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા ઈ સેવા અંતર્ગત વિવિધ સ્થળોએ સાફ-સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાની અનેક ગ્રામ પંચાયતોમાં વહેલી સવારે એક કલાક સુધી સ્વચ્છતા હિત સેવા અંતર્ગત સાફ-સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. જેમાં છેલ્લા કેટલાક દિવસથી તમામ લોકોને સાફ-સફાઈ અભિયાનમાં શ્રમદાન કરવા માટેની અપીલ કરાઈ હતી. જે અંતર્ગત અનેક લોકોએ કર્મચારીઓ સહિત અનેક લોકો આ સાફ-સફાઈ અભિયાનમાં જોડાયા હતા. વલસાડના વિવિધ સ્થળોએ સાફ-સફાઈ અભિયાનમાં વલસાડના સાંસદ ધવલ પટેલ, જિલ્લા કલેકટર નૈમેષ દવે, નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ સહિત વલસાડ જિલ્લાના અનેક અગ્રણીઓએ ભાગ લીધો હતો.
સર્કિટ હાઉસ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયો: મહાત્મા ગાંધીના જન્મદિન નિમિત્તે આજે વિવિધ સ્થળોએ મહાત્મા ગાંધીના પગલે અને સિદ્ધાંતોએ ચાલતા 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત વહેલી સવારે સાત વાગ્યાથી સાફ-સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વલસાડ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેકટર નૈમેષ દવેની આગેવાનીમાં વહીવટી તંત્રના અનેક કર્મચારીઓ હાથમાં ઝાડુ લઈ સર્કિટ હાઉસ અને તેની આસપાસના વિસ્તારમાં સતત એક કલાક સુધી સાફ-સફાઈ કરી હતી. તેમજ સ્વચ્છતા ત્યાં પ્રભુતા લોકોને સંદેશો પણ આપ્યો હતો.
સાંસદ ધવલ પટેલ જોડાયા: વલસાડ જિલ્લાના જાણીતા બીજ તિથલ ખાતે ચાર રસ્તા ઉપર વહેલી સવારે મહાત્મા ગાંધીના જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 'સ્વચ્છતા હી સેવા' નિમિત્તે શ્રમ યજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક કલાક સુધી સાફ-સફાઈ અભિયાન કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત તિથલ ચાર રસ્તા પાસે જિલ્લાના સાંસદ ધવલ પટેલ દ્વારા હાથમાં ઝાડુ લઇ સાફ-સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને તેમણે જણાવ્યું કે, મહાત્મા ગાંધીનો 155 મો જન્મદિવસ આપણે ઉજવી રહ્યા છે. ત્યારે સ્વચ્છ ભારતના પણ 10 વર્ષ પૂર્ણ થયા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં સ્વચ્છતા જળવાય તે માટે છેલ્લા 10 વર્ષથી અનેક કામગીરી કરી છે. ત્યારે આપણે પણ સ્વચ્છ ભારત માટે તેમની આ પહેલમાં જોડાવું જોઈએ અને આપની આસપાસમાં ગંદકી ન રહે તેની તકેદારી રાખવી જોઈએ.
નાણાપ્રધાન કનુ દેસાઈ જોડાયા: વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સાફ-સફાઈ પહેલી સવારે 1 કલાક સુધી યોજાઇ હતી. જેમાં ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈ પણ સાફ-સફાઈ અભિયાનમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે તારીખ 17 થી 2 ઓક્ટોબર સુધી 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત સાફ-સફાઈ અભિયાનનું આયોજન કર્યું છે અને આજે બીજી ઓક્ટોબર નદીને ગાંધી જયંતી નિમિત્તે જે સફાઈ અભિયાન કરવામાં આવ્યો છે. જે ગાંધીજીએ લોકોને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો છે. તે નિરંતર આજની પેઢી પણ આવનારી પેઢીને સંદેશ આપે અને આવનારી પેઢી પણ તેને સ્વીકારી સ્વચ્છ ભારત તરીકે અપનાવે તે માટે આજથી જ તમામ લોકોએ તેમની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી જોઈએ.
300 ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતા અભિયાન યોજાયો: મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે આજે 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત જિલ્લામાં અનેક સ્થળોએ વહેલી સવારથી સાફ-સફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત વલસાડ જિલ્લાની 300 કરતાં પણ વધુ ગ્રામ પંચાયતોમાં વહેલી સવારે સફાઈ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ પોલીસ મોથાકોમાં પણ આજે પોલીસ કર્મચારીઓ પોતાના હાથમાં ઝાડુ લઇ સાફ-સફાઈ કરતા નજરે પડ્યા હતા. આમ વલસાડ જિલ્લામાં નાણાપ્રધાન કનુભાઈ સહિત અનેક લોકો સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યોજાયેલી સાફ-સફાઈ અભિયાનમાં જોડાયા હતા.
આ પણ વાંચો:
- પાટણઃ રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામે બે પરિવાર વચ્ચે ધીંગાણું એકનું મોત, એક મહિલા ઇજાગ્રત - fighting at Radhanpur of Patan
- સુરતમાં ડુમ્મસ બીચ ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ અંતર્ગત કોસ્ટલ ક્લિનીંગ ડ્રાઈવ યોજાઈ, NSSના 500 યુવાઓએ ભાગ લીધો - international clean day