ઉતાવળી નદી કાંઠે મુરલી મનોહર (ETV Bharat Gujarat) રાજકોટ: ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલુ શ્રી મુરલી મનોહરનું મંદિર ઔલોકિક અને અતિ સુંદર છે. આ મંદિર પાસે ત્રણ નદીઓના સંગમ સ્થાન એવા ત્રિવેણી સંગમ સ્થળ પર આવેલા શ્રી મુરલી મનોહરના મંદિરમાં પ્રવેશતા જ ઔલોકિક અનુભૂતિ થાય છે. અહિયાંનો સુંદર ઇતિહાસ ધરાવતા શ્રી મુરલી મનોહર મંદિર અને તેમની આસપાસનુ કુદરતી વાતાવરણ મનને મોહી લે છે.
ભગવાન શ્રી કૃષ્ણ (ETV Bharat Gujarat) ફળની માનતાઓ રાખવામાં આવે છે: આપણે સૌ જાણીએ છીએ કે, દરેક દેવી-દેવતાઓની મૂર્તિઓ ઉગમણી દિશામાં એટલે કે પૂર્વ તરફ જોવા મળે છે. પરંતુ દ્વારકા અને ડાકોરમાં આવેલા મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પશ્ચિમ મુખે એટલે કે, આથમણા તરફ મુખ કરીને બિરાજમાન છે ત્યારે આવું જ એક મંદિર સુપેડીમાં જોવા મળ્યું છે. આ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પશ્ચિમ મુખે બિરાજમાન છે ત્યારે અહિંયા આવતા દરેક ભક્તોની મનોકામનાઓ ફળની માનતાઓથી પૂર્ણ થતી હોવાનું પણ ભક્તોની શ્રધ્ધા છે.
આ મંદિરના પૂજારી સેવકના જણાવ્યા મુજબ ભક્તો અહીં સીઝનના ચાલતા ફળની માનતા કરે છે અને સિઝનમાં ચાલતા કોઈપણ ફ્રુટ ભગવાન શ્રીકૃષ્ણને ચડાવે છે અને પોતે કરેલી માનતાઓ પૂર્ણ કરવા માટે આવે છે. અહિયાં સુપેડી ગામમાં નદી કાંઠે આવેલ આ મુરલી મનોહર મંદિર ખાતે અનેક મનોરથો તેમજ અનેક ઉત્સવો ધામે-ધૂમે અને હોશે-હોશે ઉજવવામાં આવે છે.
ઉતાવળી નદી કાંઠે શ્રી મુરલી મનોહર મંદિર (ETV Bharat Gujarat) શ્રી કૃષ્ણની બાલ અવસ્થાની વિવિધ મૂર્તિઓ: સુપેડીના મુરલી મનોહર મંદિર ખાતે અન્ય દસ જેટલા દેવ અને દેવી બિરાજમાન છે. આ મંદિરની અંદર ભગવાન શ્રીકૃષ્ણની તમામ બાલ્યાવસ્થાઓની વિવિધ મૂર્તિઓ પણ બિરાજમાન છે. આ મંદિરમાં તેમજ આસપાસના વિસ્તારના કોઈ પણ ભૂખ્યા કે ગરીબ લોકો ભૂખ્યા ન જાય કે ભૂખ્યા પસાર ન થાય તે માટે વિશેષ અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત અહિંયા ભગવાન શ્રીકૃષ્ણના ગર્ભ ગૃહની અંદર જઈને ભક્તો ભગવાનના દર્શન કરી શકે છે અને ભગવાન શ્રીકૃષ્ણને કાલાવાલા પણ કરી શકે છે. આ મંદિરમાં મહિલાઓ સત્સંગ કરે છે અને ભગવાનની ભક્તિ અને ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવા રાસ રમીને ગીત ગાતા-ગાતા ભગવાનની ભક્તિ પણ કરે છે.
પૂજારી રવિદાસ બાપુ કહે છે કે, પુષ્ટિ સંપ્રદાયની પરંપરાથી આ મંદિર ચાલે છે. અહિયાં વૈષ્ણવો પણ આવીને જે ઝાંખી કરે છે ત્યારે અલૌકિક અનુભવ કરે છે. ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે માત્ર ફળ સંકલ્પ કરાય છે એટલે કે જ્યારે પણ શ્રદ્ધાળુઓની મનોકામના પૂરી થાય ત્યારે તેઓ કોઈપણ ફળ લાવીને મુરલી મનોહરના ચરણોમાં ધરી દે છે અને ભગવાનના આશીર્વાદ લે છે.
શ્રી મુરલી મનોહર મંદિર (ETV Bharat Gujarat) મંદિર હજારો વર્ષ પુરાણું:આ મંદિરની લોકવાઇકા મુજબ મંદિર હજારો વર્ષ જુનુ છે જેમની કોતરણીઓ પણ અદભુત છે. કહેવાય છે કે, અહિયાં બે ભાઈઓ દ્વારા મંદિર બનાવવામાં આવ્યા છે. જેમાં એક ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર અને બીજું ભગવાન શંકરનું મંદિર બનાવવામાં આવ્યું છે. એક લોકવાયકા મુજબ આ બન્ને ભાઈઓએ જ્યારે પણ આ મંદિર બનાવ્યા હતા. ત્યારે બંનેના મંદિરના ચાલતા કામ વચ્ચે પડદો રાખવામાં આવ્યો હતો. છતાં પણ એકબીજાના મંદિરની કારીગરી જોયા વગર બંને ભાઈઓના એક જ સરખા અને એક જ સરખી કોતરણીના મંદિર બન્યા હોવાની પણ લોકવાયકા અહીં સાંભળવા મળે છે.
ઉતાવળી નદી કાંઠે શ્રી મુરલી મનોહર મંદિર (ETV Bharat Gujarat) લોકવાયકા મુજબ માણાવદર પાસેના એક ગામના કૂવામાંથી લક્ષ્મીજી અવતરિત થયા હતા. કૂવામાંથી અખૂટ ધનનો ભંડાર હતો પણ સંત તો સંત હોય છે તેઓ ત્યાંથી નીકળી ગયા. લક્ષ્મીજી પણ તેમની પાછળ પાછળ સુપેડી આવ્યા. લક્ષ્મીજી હોવાથી સંતે ગામના બે ભાઈઓને મંદિર બનાવવા કહ્યું. આ બંને ભાઈઓએ એક સાથે મંદિરનું નિર્માણ કર્યું અને બંનેએ વચ્ચે પડદો રાખી અલગ અલગ મંદિર બનાવ્યા જ્યારે પડદો હટ્યો તો બંને મંદિર એકસરખા જ બન્યા અને પછી એ જોડીને મુખ્યમંદિર બનાવાયું છે.
ભગવાન શ્રી કૃષ્ણ (ETV Bharat Gujarat) પાંચ શિવલિંગની સ્થાપના કરાઈ: મહાભારતના સમયમાં પાંડવો વનવાસ સમયે સુપેડીથી નીકળ્યા હતા અને ઉતાવળી નદીના કિનારે રહીને તેમણે પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી. જે આજે પણ હયાત હોવાનું કહેવાય છે. તેમની સાથે શ્રીકૃષ્ણ પણ સુપેડી આવતા. અહિયાં મુખ્ય મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પણ બિરાજમાન છે. મુખ્ય મંદિર શ્રીકૃષ્ણ એટલે મુરલી મનોહરનું છે અને તેમાં તેમનું બાળ સ્વરૂપ એટલે બાળગોપાલ પણ છે. તેમની સાથે શક્તિ સ્વરૂપ કે જેને ગ્રામવાસીઓ રાધા પણ માને છે અને રુક્મિણી પણ માને છે એમ ત્રણેય વસે છે અને નીજમંદિરમાં જ મુરલી મનોહરના વાહન ગરુડ દેવ પણ છે. શિવજી, શ્રીરામ, હનુમાન સહિતના દેવ અને દૈવી શક્તિના મંદિરો છે.
લોકોની આસ્થા (ETV Bharat Gujarat) કોઈ વ્યક્તિ ભૂખ્યો પસાર ન થાય તેની તકેદારી :સુપેડીના શ્રી મુરલી મનોહર મંદિર ખાતે દસ જેટલા દેવ-દેવી બિરાજમાન છે. આ દેવ સ્થાન પર ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા ધજાઓ ચઢાવવામાં આવે છે. આ મંદિર તેમજ આસપાસના વિસ્તારના કોઈ પણ ભૂખ્યા કે ગરીબ લોકો ભૂખ્યા ન જાય કે ભૂખ્યા પસાર ન થાય તે માટે વિશેષ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે ત્યારે અહિયાં હરિ અને હર એટલે કે હરિ એટલે કૃષ્ણ અને હર એટલે મહાદેવ બન્ને ભગવાન એક સાથે બિરાજે છે તેવું સમગ્ર ભારત વર્ષમા કદાચ એક જ મંદિર હસે તેવું પણ માનવામાં આવે છે ત્યારે સુપેડી ખાતે આવેલ આ શ્રી મુરલી મનોહરના આ પણ દર્શન કરો અને તમારી પણ કોઈ આસ્થા કે શ્રધ્ધા હોય તો આ મુરલી મનોહર તમારી મનોકમનાઓ ચોક્કસ પૂર્ણ કરશે.
- આજથી પારસીઓના નવા વર્ષનો પ્રારંભઃ જાણો તેમના ઈતિહાસ અંગે - Parsi New Year 2024