ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં યુવતીને લગ્નના સાત દિવસ બાદ ભગાવી લાવનાર યુવકે મામાની કરી હત્યા - surat crime

સુરત શહેરમાં પ્રેમસંબંધના કારણે ભાણિયાએ જ મામાની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જાણો શું છે સમગ્ર ઘટના..

surat crime
surat crime

By ETV Bharat Gujarati Team

Published : Apr 9, 2024, 1:19 PM IST

સુરતમાં યુવતીને લગ્નના સાત દિવસ બાદ ભગાવી લાવનાર યુવકે મામાની કરી હત્યા

સુરત: શહેરમાં ભાણિયાએ મામાની હત્યા કરી દીધી છે. ફોઈનો દીકરો ભાવનગરના નાસતીપુર ગામમાં રહેતી યુવતીને લગ્નના સાત દિવસ બાદ ભગાવી સુરત શહેર લઈ આવ્યો હતો. જ્યારે બંને ભાઈ પોતાની બહેનને લેવા માટે સુરત આવ્યા ત્યારે ભાણીયાએ તેના બે મામા સહિત એક પુત્ર પર હથોડા સહિત અન્ય ધારદાર હથિયારના ઘા ઝીંકી દીધા હતા. આ ઘટનામાં એક મામાનુ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય મામાની સ્થિતિ ગંભીર છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દીકરીના લગ્ન અન્ય યુવક સાથે કરાવ્યા: ભાવનગર જિલ્લાના નસીબપુર ગામ ખાતે રહેતા 50 વર્ષીય મનસુખ વાઘેલા ખેત મજૂરીનુ કામ કરે છે ત્યારે તેમના જ બહેનનો પુત્ર વિશાલ 20 દિવસ પહેલા જ મનસુખ વાઘેલાની દીકરીને ભગાવીને સુરત આવી ગયો હતો. ત્યારબાદ તેઓ દીકરીને સમજાવીને પરત ભાવનગર લઈ આવ્યા હતા અને દીકરીના લગ્ન અન્ય સાથે કરાવી પણ દીધા હતા. પરંતુ લગ્નના સાત દિવસ બાદ મામાની દીકરીને વિશાલ ફરીથી ભગાડીને સુરત લઈ આવ્યો હતો. આ અંગેની જાણ યુવતીના પરિવારને થતા તેઓ સુરત આવી ગયા હતા. મનસુખભાઈ અને બાબુભાઈ પોતાના પુત્ર વિક્રમ સાથે ભાવનગરથી સુરત આવ્યા હતા. તેઓને જાણ થઈ હતી કે વિશાલ તેમની દીકરીને લઈ નીલગીરી વિસ્તારમાં રહે છે. આ ત્રણે લોકો દીકરીને મળવા માટે ત્યાં પહોંચ્યા હતા.

માથામાં ગંભીર ઇજાઓ: વિશાલે પોતાની સાથે સાત લોકોને લઇ મનસુખ વાઘેલા અને બાબુભાઈ પર હથોડા સહિતના અન્ય હથિયારો વડે હુમલો કરી દીધો હતો જેના કારણે તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી. મનસુખભાઈના ચહેરા પર હુમલો કરતા તેઓ ઓળખી શકાય તેવી સ્થિતિમાં પણ નહોતા જ્યારે બાબુભાઈના માથામાં પણ ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટનામાં મનસુખભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે બાબુભાઈની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે.

આરોપીઓ અને ફરિયાદ પક્ષ વચ્ચે બોલાચાલી: આ સમગ્ર મામલે એસીપી પી.કે.પટેલે જણાવ્યું હતું કે, ફરિયાદીની બહેનને વિશાલ નામનો આરોપી એક માસ અગાઉ તેમના વતનથી ભગાડી અને પુણા ખાતે લઈ આવ્યો હતો જે બાબતે હાલના ફરિયાદી તેમજ તેના પિતા તેમજ તેના મોટા બાપા અહીંયા આવી અને ફરિયાદીની બેહનને જે તે વખતે પાછા લઈ ગયેલા અને ત્યારબાદ તેના લગ્ન કરાવી દીધા હતા. આ લગ્ન બાદ ફરીથી ફરિયાદીની બહેન પોતે એના સાસરીમાંથી ભાગી જતાં ફરિયાદીએ પોતે તેમજ તેના પિતા તથા તેના મોટા બાપા વતનથી સુરતના પુણા ખાતે આવી ગયા હતા અને નીલગીરી વિસ્તાર, જ્યાં આરોપી રહેતો હતો ત્યાં પોતાની બહેનની તપાસ કરવા ગયેલા અને અગાઉ પોતાની બહેનને તે ભગાડી લાવવા બાબતે પૂછતા અને ફરીથી પણ તું જ ભગાડી લાવ્યો છે તેવું જણાવતા આરોપીઓ અને ફરિયાદ પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી.

બંને પક્ષના ફરિયાદી તેમજ આરોપી બંને એક જ જ્ઞાતિના હતા. વિશાલ સહિત ચાર આરોપીઓએ પોતે ત્યાંથી લાકડી તેમજ પાઇપ અને છુટા પથ્થર મારી અને ફરિયાદીના મોટા બાપાને માથાના ભાગે ઈજા કરી હતી જેથી તેઓ મૃત્યુ પામ્યા હતા. ફરિયાદીના પિતાને પણ આ મારામારી દરમિયાન માથાના ભાગે ઈજા થયેલી અને ફરિયાદીને પણ હાથના ભાગે લાકડું વાગવાથી ઈજા થઈ હતી. આ સમગ્ર ઘટના અંગે તાત્કાલિક પુણા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ ગુનાના ચારે આરોપીઓને ડીટેઈન કરી લેવામાં આવ્યા છે. હાલ તેમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે અને વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરવામાં આવી છે.

  1. નકલી ગુટખા અને શેમ્પૂ બનાવતું કારખાનું ઝડપાયું, ઓલપાડ પોલીસે કરી કાર્યવાહી - surat news
  2. અમદાવાદ એરપોર્ટ ઉપર કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત - Raj Shekhawat Detained

ABOUT THE AUTHOR

...view details