ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના ઉધનામાં 3 નાની બાળકીઓની જાહેરમાં છેડતી, ઘટના CCTVમાં કેદ - SURAT CRIME NEWS

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અંજના સ્થિત અમન સોસાયટીમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે.

ઉધનામાં 3 નાની બાળકીઓની જાહેરમાં છેડતી
ઉધનામાં 3 નાની બાળકીઓની જાહેરમાં છેડતી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 11, 2024, 9:23 AM IST

સુરત: સુરતના ઉધના વિસ્તારની એક સોસાયટીમાં એક ઇસમ દ્વારા બે થી ત્રણ નાની છોકરીઓને જાહેરમાં છેડતી કરવામાં આવી હતી. જેનો સીસીટીવી સામે આવતા ઉધના પોલીસે ઇસમને પકડવા માટેનો ચક્રો ગતિમાન કર્યા છે.

સુરતમાં છેડતીનો બનાવ: સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અંજના સ્થિત અમન સોસાયટીમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક ઇસમ લગભગ 3 નાની છોકરીઓની છેડતી કરતો નજરે પડ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવીના આધારે છેડતી કરનાર ઈસમ સુધી પહોંચવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી સોસાયટીઓ અને અલગ અલગ આજુબાજુના સીસીટીવી કેમેરાઓ ચકાસવામાં આવી રહ્યા છે.

ઉધનામાં 3 નાની બાળકીઓની જાહેરમાં છેડતી (Etv Bharat Gujarat)

શું કહે છે આ બાબતે DCP:'ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં એક વ્યક્તિ બે થી ત્રણ જેટલી નાની છોકરીઓની છેડતી કરી રહ્યો હતો. જેથી ઉધના પોલીસ દ્વારા તાત્કાલિક આ મામલાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે. જેને લઈને ઉધના પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે અને જેમાં સોસાયટીનું CCTV ઉપરાંત આજુબાજુમાં લગાવવામાં આવેલા તમામ સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે.'

પોલીસે તપાસ શરૂ કરી:DCPએ વધુમાં જણાવ્યું કે,'CCTV માં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, જે વ્યક્તિ છે. તે નાની છોકરીઓની છેડતી કર્યા બાદ ત્યાંથી જતો રહે છે. પરંતુ સોસાયટીઓમાં અલગ અલગ ગલીઓ છે એટલે એ ક્યાં ગયો છે. જેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ આરોપી સુધી ઝડપથી પહોંચી જશે તેવી ખાતરી છે. તે ઉપરાંત જે છોકરીઓની છેડતી કરવામાં આવી છે. તેમના પરિવારનો પણ અમે સંપર્ક કર્યો છે. તે સાથે સોસાયટીના પ્રમુખનો પણ અમે સંપર્ક કર્યો છે.

તારીખ 8 ડિસેમ્બરે બની હતી આ ઘટના: આ સીસીટીવી ફૂટેજ જોતા 8 તારીખની ઘટના છે તેવું જાણવા મળી રહ્યું છે. પરંતુ ઘટના બાદ પરિવાર દ્વારા કાંતો સોસાયટી દ્વારા કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ કે પછી પોલીસને પણ જાણ કરવામાં આવી નથી. પોલીસ સતત તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી હોય છે. તેમ છતાં અમારા દ્વારા પણ વાહન ચેકિંગ પણ કરવામાં આવે છે. જેને લઈને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ ભૂતકાળમાં પણ અમારા દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.

ક્યારેક એવું પણ બને છે. કોઈક અસામાજિક તત્વો દ્વારા કોઈ જ બહેનોને ફોન કરી હેરાન કરવામાં આવે છે અને તેમને મેસેજ પણ કરવામાં આવે છે. ત્યારે પણ અમારા દ્વારા આવા ઈસમો વિરુદ્ધ લેવામાં આવ્યા છે. તે સાથે અમારી સુરત શહેરની SHE ટીમ પણ આવા ઇસમો ઉપર નજર રાખતી હોય છે. સતત સ્કૂલ કોલેજોની બહાર પેટ્રોલિંગ કરતી હોય છે. જેતે વિસ્તારમાં જઈ લોકોના સંપર્કમાં પણ હોય છે. જેને લઈને અવારનવાર લોક સંપર્કનો પણ કાર્યક્રમ કરવામાં આવે છે. પરંતુ આ બનાવ સોસાયટીના અંદરનો છે ખૂબ જ ગંભીર છે જેથી ટીમ દ્વારા ઝડપથી આરોપી સુધી પહોંચે તે માટેના તપાસ શરૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:

  1. સુરત: વરાછા પોલીસની માનવતા ભરી કામગીરી, એકલવાયું જીવન જીવતા વૃદ્ધાને વ્હારે આવી પોલીસ
  2. Watch: લોકો આરામથી જમતા ત્યાં ઢાબામાં ઘૂસી આવી કાર, ભયાનક વીડિયો વાયરલ

ABOUT THE AUTHOR

...view details