અમરેલી: આજે સાવરકુંડલાનો એક ઐતિહાસિક અનોખો દિવસ ગણવામાં આવશે. આજે મોરારી બાપુની ઉપસ્થિતિમાં જોગીદાસ ખુમાણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
મંગળુ બાપુ ખુમાણે (60)જણાવ્યું કે,'પોતે એક જોગીદાસ ખુમાણના વંશજ છે. નેક ટેક અને ધર્મની ધજા હજુ પણ આ સાવરકુંડલામાં ફરક ફરક ફરકે છે અને જેના નામથી સાવરકુંડલા ઓળખાય છે એ જોગીદાસ બાપુ ખુમાણની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું છે.'
જોગીદાસ બાપુ કોમની પ્રતિમાનું અનાવરણ કરાયું (Etv Bharat Gujarat) મોરારી બાપુની ઉપસ્થિતિમાં પ્રતિમાનું અનાવરણ કરાયું: સાવરકુંડલા શહેરમાં આવેલા નગરપાલિકાના પટાંગણમાં જોગીદાસ બાપુની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં ખુમાણ પરીવાર, કાર્ઠિક, ક્ષત્રિય સમાજ સહિત અન્ય ધર્મ અને સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાધુ સંતો, મહંતો, રાજકીય આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રતિમા પંચધાતુમાંથી તૈયાર કરાઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના એકટર સુંદરભાઈ ઉર્ફે મયુર વાકાણી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જોગીદાસ બાપુ ખુમાણની પ્રતિમાનું નિર્માણ કરવામાં ખૂબ જ મહેનત કરી છે. તે પણ આજે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિમા પંચધાતુમાંથી તૈયાર કરવામાં આવી છે. પ્રતિમા અમદાવાદ તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ અમદાવાદથી સાવરકુંડલા શહેરમાં આવેલા નગરપાલિકાના પટાંગણમાં લાવવામાં આવી હતી અને આજે અનાવરણ કરવામાં આવ્યું છે. આજે સાવરકુંડલા માટે એક ઐતિહાસિક દિવસ ગણવામાં આવે છે.
આ પણ વાંચો:
- ચોમાસાની વિદાય છતાં અમદાવાદમાં મચ્છર જન્ય રોગોનો ત્રાસ યથાવત, 15 દિવસમાં સિવિલમાં કેટલા કેસ નોંધાયા?
- ભુજના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદે સર્જી તારાજી, મગફળીના પાકમાં ભારે નુકસાની