રાધનપુર: રસ્તા ઉપર ઢીંચણસમા પાણી ભરાઈ રહેતાં ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓ, વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બન્યો છે.
આ વિસ્તારમાં સ્કૂલો આવેલ હોય વિદ્યાર્થીઓ ગટરનાં ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનાં નિવાસ સ્થાન વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યુ છે. ઠેર ઠેર ગંદકી અને દુર્ગંધ રહિત ગટરનું પાણી રસ્તા પર રેલાઈ રહ્યું છે. ત્યારે પોતાના નિવાસ સ્થાને જ ગંદકી અને ખુલ્લી ગટરોથી લઈને રોડ રસ્તા પર ઉતરી આવતા ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ધારાસભ્ય સાર્થક નીવડ્યા નથી, જેને લઇને લોકોમાં ધારાસભ્ય સહિત પાલિકા તંત્ર પર ભારે રોષ ફેલાયો છે.
રાધનપુરની સોનલનગર સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં ભારે હાલાકી, માર્ગ પર ઢીંચણસમાં પાણી ભરાઈ રહેતાં અવરજવરમાં લોકોને મુશ્કેલી - Radhanpur Rain - RADHANPUR RAIN
રાધનપુર મસાલી રોડ પર એક બાળકી ગટરમાં પડતા લોકો જાહેર રોડ રસ્તા ઉપર ઉતરી પાલિકા હાય હાય અને ધારાસભ્ય હાય હાય..નાં નારા લગાવી ચક્કાજામ કરી પાલિકા તંત્ર સહિત સ્થાનિક ધારાસભ્ય લવિંગજીનો વિરોધ દર્શાવ્યો
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
Published : Jul 25, 2024, 7:37 PM IST
સમસ્યાનુ નિવારણ ન આવતા લોકોમાં આક્રોશ: પાલિકા અને નાયબ કલેક્ટરને અનેકવાર સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિવારણ ન આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. જેથી પાલિકા દ્વારા ગટરના ગંદા પાણીનો નિકાલ કરાય અને વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાનું નિવારણ લાવી ઉભરાતી ગટરોનું સમારકામ કરવા તેમજ દવા છંટકાવ કરવા લોકો માંગ કરી રહ્યા છે.