જામનગર: શ્રી વરુણદેવને રીઝવવા આજ રોજ જામનગર શહેરની વેપારી સંસ્થા ઘી સીડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશન દ્વારા તેમની વર્ષોની પ્રણાલિકા મુજબ અષાઢી બીજ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. તેમની આ પ્રણાલિને અનુસરીને આ વર્ષે પણ સંસ્થા દ્વારા જામનગરની જુદી જુદી ગૌશાળાઓમાં ઘઉંના લોટના લાડુ બનાવીને વિતરણ કરવામાં આવશે. જેમાં 720 કિલો ઘંઉનો લોટ, 150 કિલો દેશી ગોળ, 150 કિલો ઘી, અને 150 કિલો તેલના આશરે 7000 નંગ ઘંઉના લાડુ ગાયો માટે બનાવવામાં આવે છે. તેમજ મજૂર ભાઈઓ માટે 80 કિલો ચણાના લોટની આશરે 1500 નંગ બુંદીના લાડુ બનાવી તેનું અષાઢી બીજ નિમિતે વિતરણ કરવામાં આવશે.
જામનગરમાં વરૂણદેવને રીઝવવા વેપારી સંસ્થાની અનોખી પ્રણાલિ, જાણો શું છે આ પ્રણાલિ - the trading house made 7000 ladus - THE TRADING HOUSE MADE 7000 LADUS
જામનગરમાં વરુણદેવને રીઝવવા શહેરની વેપારી સંસ્થા ઘી સીડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશન દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગાયો અને મજૂર ભાઈઓ માટે લાડુ બનાવી તેનું વિતરણ કરવામાં આવે છે., In order to indulge Varundev in Jamnagar,
જામનગરમાં વરૂણદેવને રીઝવવા વેપારી સંસ્થાની અનોખી પ્રણાલિ (Etv Bharat Gujarat)
Published : Jul 6, 2024, 5:04 PM IST
ઉપરાંત જામનગરમાં એવી પણ લોકમાન્યતા છે કે વેપારી સંસ્થા દ્વારા ગાયોને લાડુ ખવડાવવામાં આવે ત્યારબાદ જામનગર પંથકમાં સારો એવો વરસાદ થાય છે, છેલ્લા 60 વર્ષથી જામનગરની વેપારી સંસ્થા દ્વારા ગાયોને લાડુ ખવડાવવામાં આવે છે. જામનગર પંથકના 15 જેટલા ગૌશાળામાં આ લાડુનું વિતરણ કરવામાં આવે છે.