ગુજરાત

gujarat

ETV Bharat / state

કુવૈતની જેલમાં બંધ સાબરકાંઠાના બે યુવકો જેમ તેમ કરીને વતન ફર્યા, જણાવી આપવીતી - Passport fraud in Kuwait

કુવેત સરકાર દ્વારા જેલ બંધ કરાયેલા સાબરકાંઠાના વિજયનગરના દઢવાવ ગામના બે યુવકો કુવેતથી મસ્કત દિલ્હી થઈ વતન પરત ફર્યા છે. તેમને દિલ્હી એરપોર્ટ પર પાસપોર્ટ અંગે ખૂબ જ હેરાનગતિ કરવામાં આવી હતી. ભારતની એમબીસી દ્વારા કોઈપણ પ્રકારનો સહયોગ પણ કરાયો નથી. જાણો સમગ્ર ધટના..., Passport fraud in Kuwait

By ETV Bharat Gujarati Team

Published : Jul 5, 2024, 2:06 PM IST

કુવેતની સરકારથી હેરાન થઈ વતન પરત ફરેલ બે યુવકો
કુવેતની સરકારથી હેરાન થઈ વતન પરત ફરેલ બે યુવકો (ETV Bharat Gujarat)

કુવેત સરકાર દ્વારા જેલ બંધ કરાયેલા બે યુવકો કુવેતથી મસ્કત અને દિલ્હી થઈ વતન પરત ફર્યા (ETV Bharat Gujarat)

સાબરકાંઠા: સાબરકાંઠાના વિજયનગરના દઢવાવ ગામમાં રહેતા બે યુવકો અગાઉ રાત્રીએ કુવેતથી પોતાના વતન હિંમતનગર પાછા ફર્યા છે. તેઓ 2017માં કુવેતમાં વર્ક પરમિટ પર ગયા હતા. ત્યા તે એક કુવેતીના ઘરે ડ્રાઈવર તરીકેનું કામ કરતો હતો. તે બકરી ઈદની રજાના દિવસે કુવેતમાં રહેતા તેમના સંબંધીના ધરે ગયા હતા. ત્યાં સાંજના લગભગ 5:30 વાગે તેમના ઘરે પોલીસ ચેકિંગ આવ્યું અને તેમનો સિવિલ આઈડી ચેક કરવામાં આવ્યું. તેમની પાસે વર્ક પરમિટ હોવા છતાં તેમને અને તેમના સાથીદારોને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા. પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરી તેમને બીજા સ્થળ પર બદલી કરવામાં આવી.

ત્યારબાદ કુવેતની સરકારે તેમની તરફ ચારેય બાજુ સિક્યુરીટી ગોઠવી દીધી અને તે ભારતીય નાગરિકોને મારપીટ કરવા લાગ્યા. કુલ 365 ભારતીય નાગરિકોને કુવેતની સરકાર ખૂબ જ હેરાન કરતી હતી. ત્પારબાદ તેમના ઓરિજીનલ પાસપોર્ટ લઈ લેવામાં આવ્યા. અને તેની જગ્યાએ તેમને વ્હાઈટ પારપોર્ટ(ઈમરજન્સી પાસપોર્ટ) બનાવવામાં આવ્યો. ભારતની એમબીસીની સામે કુવેતના પોલીસ કર્મીઓ દ્વારા માર મારવામાં આવતો હતો. છતાં ભારતીય એમબીસીએ ભારતીય નાગરિકોની કોઈ જ મદદ કરી નહિ. અને તે ફક્ત તેમને જોતા રહ્યાં.

બાદમાં નાગરિકોને જેલમાં પુરી દેવામાં આવ્યા હતાં. જેલમાં પણ તેમને જમવાનું પણ આપતા ન હતા. જેલમાં પણ ખૂબ જ હેરાન કરવામાં આવતાં હતા. ત્યારબાદ 18 દિવસ તેમને જેલમાં રાખ્યા બાદ વ્હાઈટ પાસપોર્ટ આપવામાં આવ્યો. ત્યારબાદ તે કુવેતથી મસ્કત અને મસ્કતથી દિલ્હી આવ્યાં. દિલ્હી એરપોર્ટ પર પણ તેમને વ્હાઈટ પાસપોર્ટના લીધે બે કલાક તેમને દિલ્હી એરપોર્ટ પર બેસાડી રાખવામાં આવ્યા. અને ત્યારબાદ તે અમદાવાદ આવ્યા.

17 વર્ષથી તેમની પાસે લીગલી પાસપોર્ટ હોવા છતાં તેમનો પાસપોર્ટ જમા લઈ ઇમર્જન્સી ટેમ્પરરી પાસપોર્ટ આપીને તેમને પરત મોકલી દેવામાં આવ્યા છે. જોકે કુવેત પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક કક્ષાએ ભારે હેરાન ગતિ કરાય છે. જેમાં ભોજનથી લઇ દવાઓ સુધીનું કોઈ પણ પ્રકારનું ધ્યાન રખાયું નથી. અને સાથો સાથ એમબીસીની હાજરીમાં પાસપોર્ટ પરત કરાયાનો પણ ઉલ્લેખ કરાયો હતો. તેમ છતાં એમબીસી દ્વારા કોઇ પણ મદદ કરવામાં આવી નથી.

યુવકે ભારત સરકારને આજીજી કરી છે કે સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવે અને હજુ પણ કુવેતમાં અનેક ભારતીયો ફસાયેલા છે. તેમને ભારતમાં પરત લાવવા કોઈ કામગીરી હાથ ધરવામાં આવે.

  1. લાઈવહાથરસ સત્સંગ ભાગદોડ, રાહુલ ગાંધીએ કહ્યું તંત્રની બેદરકારીના કારણે થઈ ઘટના, SITએ સરકારને સોંપ્યો પ્રારંભિક તપાસનો રિપોર્ટ, - Hathras Stampede
  2. પાકિસ્તાની મહિલાને ગોધરાની કોર્ટે ફટકારી બે વર્ષ જેલની સજા, જાણો શું છે સમગ્ર મામલો - Pakistani lady sentenced jail

ABOUT THE AUTHOR

...view details