કચ્છ:નવરાત્રીના નવલા નોરતા દરમિયાન માઇભકતો પોતાના ઘરે માટીના ગરબાની સ્થાપના કરે છે અને ત્યારબાદ નવરાત્રીના નોરતા પૂર્ણ થાય છે. અંતે આ ગરબા તળાવમાં વિસર્જન કરવાની પ્રથા ચાલતી આવી છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં એક નાનકડો ફેરફાર થયો છે. જ્યાં તળાવમાં વિસર્જન કરાયેલા આ ગરબાઓનો કચ્છના યુવાનોએ સદુપયોગ કર્યો છે. તેમણે તળાવમાંથી ગરબા બહાર નિકાળી સાફ કરી અને તેમાં પક્ષીઓના માળા બનાવવાની કામગીરી કરી છે.
પ્રકૃતિપ્રેમી મિત્રોએ કરી નવી પહેલ: માંડવી તાલુકાના રાયણ ગામના લક્ષ્મણ ગઢવી, વિશાલ ગઢવી, ભરત ગઢવીએ નવરાત્રીના તહેવારને પર્યાવરણ મિત્ર બનાવવા માટે એક નવી પહેલ કરી છે. જેમાં નવરાત્રી બાદ તળાવમાં વળાવવામાં આવેલ ગરબાઓને માળામાં ફેરવી ઝાડ પર બાંધવામાં આવ્યા છે. આ પહેલથી ગામના યુવાનોએ ન માત્ર પર્યાવરણનું જતન કર્યું છે પરંતુ પક્ષીઓને પણ નવું ઘર આપ્યું છે.
તળાવમાં વિસર્જન કરાયેલા આ ગરબાઓનો કચ્છના યુવાનોએ સદુપયોગ કર્યો છે (Etv Bharat Gujarat) માતાજીનો ગરબો બન્યો પક્ષીઓ માટે ઘર:કચ્છના પ્રકૃતિપ્રેમી યુવાનો દ્વારા માઇભકતોએ તળાવમાં વળાવેલા ગરબાનો નવતર પ્રયોગ કર્યો છે. અને આ ગરબાઓને વૃક્ષો પર બાંધીને તેને પક્ષીઓના માળામાં પરિવર્તિત કર્યા છે.
પ્રકૃતિપ્રેમી મિત્રોએ કરી નવી પહેલ (Etv Bharat Gujarat) આ મુદ્દે પ્રકૃતિપ્રેમી લક્ષ્મણ ગઢવીએ જણાવ્યું હતું કે, તેમણે તેમના મિત્ર વિશાલ ગઢવી, ભરત ગઢવી અને અન્ય મિત્રો સાથે મળીને ગામમાં 10 જેટલા વૃક્ષો પર 50 જેટલા ગરબા બાંધીને પક્ષીઓ માટે રહેઠાણ ઉભુ કર્યું છે.
નવરાત્રીમાં સ્થાપિત થયેલ માતાજીના ગરબા બન્યા પક્ષીઓ માટે ઘર (Etv Bharat Gujarat) પ્રકૃતિપ્રેમી મિત્રોએ કરી નવી પહેલ (Etv Bharat Gujarat) પર્યાવરણને બચાવવાના ઉદ્દેશ્ય સાથે કરાઈ પહેલ: અહીં ઉલ્લેખનીય છે કે, જો બધા લોકો આ રીતે ગરબામાં પક્ષીઓ માટે માળા બનાવવાની પહેલ અપનાવે તો લાખો પક્ષીઓને રહેવા માટે ઘર મળી રહેશે. આ ઉપરાંત ગરબામાં કાણા હોવાથી પક્ષીઓ માટે એર સર્ક્યુલેશન પણ મળી રહેશે. સાથે સાથે જેવી રીતે પક્ષીઓ દ્વારા બનાવેલા કુદરતી માળા હોય છે તેવી જ રીતે આ માળામાં પક્ષીઓને પોતે બનાવેલ ઘરનો અહેસાસ થશે.
આ સંપૂર્ણ પ્રક્રિયા મુદ્દે લક્ષ્મણ ગઢવી જણાવે છે કે, "પર્યાવરણને બચાવવાના ઉદ્દેશ્ય સાથે તેમજ જીવ કલ્યાણના હેતુ સાથે આ પહેલ દરેકે અપનાવવી જોઈએ."
આ પણ વાંચો:
- ગુજરાતના આ સ્થળે દશેરા પર્વે નથી થતું રાવણ દહન, જાણો શું છે રહસ્ય
- નવરાત્રિમાં માતાજીના ગરબાનો ઉત્તમ ઉપયોગ, વેસ્ટમાંથી બેસ્ટ ચકલીના ઘરનું સર્જન