છોટા-ઉદેપુર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં શરૂ કરેલા જ્ઞાનરૂપી યજ્ઞ સમાન "કન્યા કેળવણી મહોત્સવ" અને શાળા પ્રવેશોત્સવની સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે પી.એમ. શ્રી તાલુકા શાળા-1 ખાતે આંગણવાડી ના 5, બાલવાટિકા ના 5,ધોરણ 1 ના 5,ધોરણ 9 ના 5 અને ધોરણ 11ના 5વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ સાથે શિક્ષણ કચેરી દ્વારા ધોરણ 2 થી 8 ના વિદ્યાર્થીઓને શિક્ષણ સાહિત્ય નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2005- 2006 માં હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો તે વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
છોટા ઉદેપુરની પી.એમ. શાળામાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ માં પ્રવેશોત્સવ ઉજવાયો... - Shala Praveshotsav 2024 - SHALA PRAVESHOTSAV 2024
છોટા ઉદેપુર ખાતે પી.એમ. શાળા તરીકે ઓળખાતી શાળા નં-1 'શ્રી સુશીલ કુંવરબા વર્નાક્યુલર શાળામાં' કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024-25 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂલકાંઓને શાળા પ્રવેશ અપાયો. જાણો વધુ આગળ...
Published : Jun 27, 2024, 5:54 PM IST
વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન: આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના હસ્તે વિશિષ્ઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, આ સાથે ધોરણ 3 થી 8 માં પ્રથમ નંબરે ઉતીર્ણ થયેલાં વિદ્યાર્થીઓનું પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. નોંધનીય છે કે, છોટાઉદેપુર તાલુકા શાળા નં-1 શ્રી સુશીલ કુંવરબા વર્નાક્યુલર શાળા વર્ષ 1863 થી કાર્યરત છે. જેમાં બાલવાટિકાથી લઈને ધોરણ ૮ સુધીના અભ્યાસની વ્યવસ્થા છે. અને આ શાળાને "પી. એમ. શ્રી શાળાનો" વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગના આદિકારી અને કર્મચારી ગણ ઉપસ્થિત: જિલ્લા કક્ષાના યોજાયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ માં ધારા સભ્ય રાજેન્દ્ર રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, પૂર્વે સાંસદ નારણભાઇ રાઠવા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજય રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના રાઠવા, જિલ્લા કલેકટર અનિલ ધામોલીયા, જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર સહિત શિક્ષણ વિભાગના આદિકારી અને કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમ ના અંતે મુખ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.