ગુજરાત

gujarat

ETV Bharat / state

રક્ષાબંધનને લઈ આ ગામની છે અનોખી પરંપરા, જુઓ આ વિશેષ અહેવાલમાં - rakshabandhan 2024 - RAKSHABANDHAN 2024

ગુજરાતનું એક એવું ગામ જ્યાં રક્ષાબંધનના દિનને અશુભ માની રક્ષાબંધનની ઉજવણી એક દિવસ અગાઉ થાય છે. એટલે કે, શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ ચૌદસના દિવસે બળેવની ઉજવણી થાય છે. રક્ષા બંધનના તહેવારને એક દિવસ પહેલા કેમ મનાવાય છે. શું કામ ગામ લોકો આજેય જાળવી રહ્યા છે આ અનોખી પરંપરા જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં... RAKSHABANDHAN 2024

રક્ષાબંધનને લઈ આ ગામની છે અનોખી પરંપરા
રક્ષાબંધનને લઈ આ ગામની છે અનોખી પરંપરા (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 18, 2024, 4:41 PM IST

Updated : Aug 18, 2024, 9:13 PM IST

રક્ષાબંધનને લઈ આ ગામની છે અનોખી પરંપરા (Etv Bharat gujarat)

બનાસકાંઠા:ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું ચડોતર એક એવું ગામ છે કે જ્યાં બળેવની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે થાય છે. એટલે કે, રક્ષા બંધનનાં એક દિવસ પહેલા જ રક્ષાબંધન ઉજવવામાં આવે છે.

બહેનો પોતાના ભાઇને રાખડી બાંધે છે:બહેનો પોતાના ભાઈઓને રક્ષાબંધનનાં એક દિવસ પહેલા રાખડી બાંધી અને દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. ચડોતર ગામની જે દીકરીઓનાં લગ્ન થયેલા હોય તે દીકરીઓ પણ તેમના ઘરેથી રક્ષાબંધનનાં એક દિવસ પહેલા ચડોતર ગામમાં આવી અને પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે અને રક્ષાબંધન પર્વની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરે છે.

ચડોતર ગામે આજે રક્ષાબંધનની ઉજવણી:સમગ્ર દેશમાં આવતી કાલે રક્ષાબંધન ઉજવાશે. પરંતુ ચડોતર ગામમાં આજે રક્ષાબંધન ઉજવાઈ રહ્યું છે. વર્ષો પહેલાંની પરંપરા આજે પણ ચાલી આવી રહી છે. ચડોતર ગામમાં આજથી વર્ષો પહેલા ગામમાં રોગચાળો ફેલાયો હતો અને આ રોગચાળો કાબુમાં આવતો ન હતો. જેના લીધે લોકોના મોત પણ થયા હતા ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા અને રોગચાળો ભયંકર પ્રસરી ગયો હતો. ત્યારે ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા.

પૂજારીના સપનામાં માતાજીએ આવીને સૂચન કર્યુ: ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે કરવાનું કહ્યું હતું. વડીલોનું માનવું છે કે, પૂજારીને સ્વપ્નમાં માતાજીએ કહ્યું હતું કે, આ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે કરવામાં આવે તો રોગચાળો દૂર થશે. ત્યારે પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ ચૌદસે ઉજવવાનું નક્કી કર્યું ત્યારે રોગચાળો દૂર થતાં આજ સુધી આ પ્રથા અકબંધ છે.

ગામમાંથી રોગચાળો નાબૂદ થયો: જોકે શ્રાવણ સુદ ચૌદસના દિવસે ઉજવણી કરવાથી ગામમાંથી રોગચાળો નાબૂદ થયો અને ગામ રોગમુક્ત થયું અને ત્યારથી વર્ષોથી આ પ્રથા પડી છે કે બળેવની ઉજવણી રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે શ્રાવણ સુદ ચૌદસના દિવસે થાય છે. ચડોતર ગામની દરેક સમાજની દીકરીઓ એક દિવસ પહેલા પોતાના ભાઈને રાખડી બાંધી ઉજવણી કરે છે.

બાળાઓને શાળામાંથી 2 દિવસની રજા: જો કે, જે બાળાઓ રાખડી બાંધનારી છે. તેમને પણ શાળાના 2 દિવસની રજા મળે છે અને 2 દિવસ રજામાં ફઈઓ સાથે સમય વિતાવી બીજા દિવસે મામાના ઘરે જવાનો પણ તેઓ આનંદ લેતા હોય છે. એટલે કે, હિન્દુ શાસ્ત્ર પ્રમાણે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ સુદ પૂનમના દિવસે મનાવાય છે. પરંતુ આ એક એવું ગામ છે જ્યાં રક્ષાબંધનનો દિવસ આજેય અશુભ માની એક દિવસ પહેલા જ આખું ગામ રક્ષાબંધન ઉજવે છે.

  1. 1003 કરોડના વિકાસના કામોની અમદાવાદને ભેટ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓક્સિજન પાર્ક સહિતના કામોનું કર્યું લોકાર્પણ - Union Home Minister Amit Shah
  2. ડોકટરોએ લાયસન્સ કરતા રીવોલ્વરનું લાયસન્સ પહેલાં લેવું પડશે: IMA પૂર્વ પ્રમુખ - kolkata doctor rape murder case
Last Updated : Aug 18, 2024, 9:13 PM IST

ABOUT THE AUTHOR

...view details