ગુજરાત

gujarat

ETV Bharat / state

Video: ભાવનગરમાં ફ્લાયઓવરની કામગીરી, વાહનો પર પડતા તીખારા

રસ્તા ઉપર વાહન લઈને જઈ રહ્યા હોય અને માથેથી તીખારાઓ પડે તો? હા આવું ભાવનગરમાં બન્યું છે.ફલાયઓવરના ચાલતા કામમાં રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં લેવામાં આવી નથી.

ભાવનગરમાં ફલાયઓવરની ચાલી રહેલી કામગીરીમાં સુરક્ષા અંગેના પ્રશ્નો
ભાવનગરમાં ફલાયઓવરની ચાલી રહેલી કામગીરીમાં સુરક્ષા અંગેના પ્રશ્નો (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2024, 7:43 PM IST

ભાવનગર: ભાવનગરમાં ચાલી રહેલા ફ્લાયઓવરના કામગીરીમાં લોકોના જીવ સાથે થતા ચેડાને લઈને સુરક્ષાનો સવાલ ઊભો થયો છે. એક તો દોઢ વર્ષની સમયમર્યાદામાં પૂર્ણ થવા વાળો ફ્લાયઓવર 5 વર્ષે પણ અપૂર્ણ છે. તેવામાં હવે ફ્લાયઓવર ઉપર વેલ્ડીંગ થાય છે અને તીખારા નીચે જતા વાહનો ઉપર પડી રહ્યા છે. સુરક્ષાને લઈને જાગૃત નાગરિકે વીડિયો ઉતાર્યો અને ઇટીવીને મોકલી આપ્યો હતો. વીડિયો જોઈને મનપાના શાસકો અને વિપક્ષ શુ કહે છે.

ભાવનગરમાં ફલાયઓવરની ચાલી રહેલી કામગીરીમાં સુરક્ષા અંગેના પ્રશ્નો (ETV Bharat Gujarat)

ઇટીવીને જાગૃત નાગરિકે આપ્યો ચોંકાવતો વીડિયો:ભાવનગરમાં ફ્લાયઓવરનું કામ હજુ શરૂં છે. ત્યારે એક જાગૃત નાગરિકે ઇટીવી ભારતને ફલાયઓવરના ચાલતા કામનો વીડિયો શેર કર્યો છે. દેસાઈનગર નજીક ફલાયઓવરના ચાલતા કામમાં ઉપરથી કારીગરો દ્વારા વેલ્ડીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઉપર થતા વેલ્ડીંગના નીકળતા તીખારા નીચે વાહનો ઉપર પડી રહ્યા છે. એક કાર સહિત રસ્તા ઉપર નીકળનારા લોકો ઉપર તીખારા પડે તો દાઝી જવું અથવા કોઈ જ્વલનશીલ વસ્તુ ભર્યું વાહન નીકળે અને તિખારો પડે તો મોટી દુર્ઘટના થઈ શકે તેવી સ્થિતિ જોવા મળી હતી.

ભાવનગરમાં ફલાયઓવરની ચાલી રહેલી કામગીરી (ETV Bharat Gujarat)

મહાનગરપાલિકાના શાસકોએ શુ કહ્યું: એક જાગૃત નાગરિકે ઇટીવીને વીડિયો આપ્યા બાદ જ્યારે આ વીડિયો ચેરમેનને દર્શાવવામાં આવ્યો તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, 'તમામ જગ્યાએ રાહદારીઓની સુરક્ષા માટે અને મજૂરોની સુરક્ષા માટે ટેન્ડરની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા માટે કાર્યપાલક ઈજનેરને સૂચના આપવામાં આવી હતી. આમ છતાં વેલ્ડીંગ કરતો વીડિયો સામે આવ્યો છે ત્યારે મેં અત્યારે ટેલિફોનિક વાત કરી છે અને તેમને સૂચનાઓ પણ આપી છે. આવા પ્રકારની હરકતથી મોટી અકસ્માત બનવાની શક્યતાઓ છે, તો જે પણ પગલા લેવા પડે તે પગલા લેવા માટે, આ આવી ગંભીર પ્રકારની ભુલ ચાલુ રોડ ઉપર જ્યારે વેલ્ડિંગનું કામ થઈ રહ્યું છે, તો તાત્કાલિક ધોરણે બંધ કરાવીને જે રીતે યોગ્ય રીતે થાય અથવા રાત્રિના મોડા ટાઈમે થાય એવી સૂચનાઓ આપી છે.

ભાવનગરમાં ફલાયઓવરની ચાલી રહેલી કામગીરી (ETV Bharat Gujarat)

વિપક્ષે ઈટીવીને શું કહ્યું: વીડિયોને પગલે કોંગ્રેસના ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 'વીડિયો સામે આવ્યો છે એ બાબતે અમે ગંભીર વિરોધ કરીએ છીએ અને તંત્રને જગાડવા માટે વિરોધ પક્ષ હંમેશા તત્પર હોઈ છે. કાઈ ઓન દુર્ઘટના થાય આપના મીડિયા મારફતે જાણવા મળ્યું છે કે ત્યાં વેલ્ડીંગનું કામ થઈ રહ્યું હતું અને નીચે તીખારા પડતા હતા. કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? આ સાથે સરીતા શોપિંગ સેન્ટર પણ તોડી નાખવામાં આવ્યું છે જ્યાં પતરા પણ નથી અને તેમાં કોઈ વાહન પડે તો જવાબદારી કોની? આથી અમે તંત્રને કહેવા માંગીએ છીએ કે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લેવામાં આવે અને તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી અમારી માંગણી છે.'

ભાવનગરમાં ફલાયઓવરની ચાલી રહેલી કામગીરી (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. વડોદરા સ્ટીલ રેલ બ્રિજની આ છે ખાસીયત, હવે બે કલાકથી ઓછા સમયમાં થશે મુસાફરી, સ્પીડ 320 કિમી/કલાક રહેશે
  2. રાજકોટ: આયુષ્માન કૌભાંડ મામલે ડો. હિરેન મશરૂ સામે મેડિકલ કાઉન્સિની મોટી કાર્યવાહી, 1 વર્ષ માટે લાઈસન્સ સસ્પેન્ડ

ABOUT THE AUTHOR

...view details