ભાવનગર:જિલ્લાના છેવાડાના ગારીયાધાર તાલુકાના મેસણકા ગામમાં સિંહ પરીવાર મહેમાન બન્યો હતો. સિંહ પરિવાર મારણની શોધમાં ગામડામાં નીકળ્યા હોવાનું CCTVમાં કેદ થયું છે. સિંહની મારણ શક્તિના દર્શન પણ CCTVમાં થઈ રહ્યા છે. સ્વાન પાછળ દોડતા સિંહની પોતાની ક્ષમતા દ્રશ્યમાન થાય છે. જુઓ વીડિયો.
સિંહની મારણ શક્તિ:ભાવનગર જિલ્લો સિંહોનું ઘર બની ગયો છે ત્યારે ફરી રાત્રી દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં ગામડાઓમાં આટા ફેરા મારતા સિંહના રાત્રિના વિડીયો સામે આવ્યા છે. જો કે આ વિડીયો ગારીયાધાર તાલુકાના ગામડાનો છે. સિંહ દ્વારા કોઈ મારણ નથી કરવામાં આવ્યું, પરંતુ વીડિયોમાં સિંહની મારણ શક્તિ શ્વાન પાછળ જરૂર જોવા મળી રહી છે.
ગારીયધારના આ ગામમાં રાત્રી દરમિયાન સિંહ પરીવારના ધામા (Etv Bharat Gujarat) ગારીયાધાર તાલુકાના મેસણકા ગામમાં સિંહ:ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં સિંહનો વસવાટ છે. ત્યારે ગારીયાધાર તાલુકાના મેસણકા ગામે રાત્રિ દરમિયાન ગામની ગલીઓમાં સિંહના આટા ફેરા જોવા મળ્યા છે. રાત્રિના સમયે સિંહો ગામની ગલીમાં નજરે પડી રહ્યા છે. જોકે તેના CCTV વિડીયો પણ સામે આવ્યા છે. આ સમગ્ર ઘટના સત્ય છે તેમ વનવિભાગના અધિકારી પાસેથી જાણવા મળ્યું હતું. જો કે એક વીડિયોમાં બે સિંહ અને બીજા વીડિયોમાં કુલ ચાર સિંહ જોવા મળી રહ્યા છે એટલે કે પુરો પરિવાર મેસણકા ગામના મહેમાન બન્યા હતા.
ગારીયધારના આ ગામમાં રાત્રી દરમિયાન સિંહ પરીવારના ધામા (Etv Bharat Gujarat) સિંહ સ્વાનનું મારણ કરવા દોડ્યો પણ: ગારીયાધાર તાલુકાના મેસણકા ગામે રામજી મંદિર વિસ્તારમાં રાત્રિના સમયે આશરે 1.30 વાગ્યાની આસપાસ બે સિંહ સીસીટીવીમાં જોવા મળી રહ્યા છે. આ બંને સિંહ ગામની ગલીમાં ફરતા હતા ત્યારે સામેથી આવેલો શ્વાન સિંહને જોઈને દોડ મૂકી હતી. જો કે સિંહ પણ શ્વાનનો શિકાર કરવા માટે તેની પાછળ પૂરી તાકતથી દોડ લગાવવી હોવાનું સીસીટીવીમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે. ગામડાની ગલીમાં એક સિંહ સ્વાન પાછળ દોડ્યા બાદ બીજો સિંહ પાછળથી આવતો ન જરે પડે છે.
શ્વાન પાછળ દોડ મુકતો સિંહ CCTVમાં કેદ થયો: (Etv Bharat Gujarat) વનવિભાગે કરી પુષ્ટિ સિંહને લઈને: ગારીયાધાર તાલુકાના આરએફઓ જિજ્ઞાશાબેન છેતરાણીયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે હા 9 તારીખના રાત્રિના સમયે સિંહો મેસણકા ગામમાં હતા. ગામના સરપંચ દ્વારા જાણ થઈ છે. પરંતુ કોઈ મારણ કે રંજાડનો પ્રશ્ન બન્યો નથી. જો કે એ વિસ્તારમાં એક માદા અને ત્રણ પાઠડા છે. અમારા વિસ્તાર લીલીયા, જેસર અને પાલીતાણા ત્રણ વિભાગની બોર્ડર લાગે છે. સીસીટીવી ગુજરાતના હોવાનું વન વિભાગે પુરવાર કર્યું હતું.
આ પણ વાંચો:
- ભાવનગરમાં સિંહ અને દીપડાની સંખ્યા, જાણો છેલ્લા ત્રણ વર્ષમાં હુમલાના બનાવ વિશે
- અમરેલીઃ લોકોના ઘરના દરવાજાઓ પાસેથી સિંહ નીકળ્યો, જુઓ