ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Jun 28, 2024, 6:34 PM IST

ETV Bharat / state

માતાની ક્રૂરતા આવી સામે...એક દિવસના નવજાત બાળકને માતા દ્વારા ત્યજી દેવાયું - new born baby abandone in ahmedabad

અમદાવાદ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં આવતા બોપલ પોલીસ સ્ટેશનની હદમાં શીલજ ગામ રોહિત વાસના નાકે એક દિવસ કરતા પણ ઓછા સમયનું બાળક ત્યજી દેવામાં આવ્યું હતું. જેની જાણ શહેરની ગ્રામ્ય પોલીસને થતા ડોગ સ્કવોડની મદદથી માત્ર ગણતરીની મિનિટોમાં માતાને શોધી કાઢવામાં આવી છે. અને મેડિકલ ટ્રીટમેન્ટની સાથે પૂછપરછ હાથ ધરવામાં આવી છે., 1-day-old baby abandoned by mother

ડોગ સ્કવોડની મદદથી માતાને શોધી કાઢાઈ
ડોગ સ્કવોડની મદદથી માતાને શોધી કાઢાઈ (ETV Bharat Gujarat)

એક દિવસના નવજાત બાળકને માતા દ્વારા ત્યજી દેવાયું (ETV Bharat Gujarat)

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય હેડ ક્વાટરના એસ.પી મેઘા તેવરે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે શીલજ ગામ નજીક રોહિતવાસ વિસ્તારમાં આશરે 18 વર્ષની આસપાસના ઉંમરની રાજસ્થાનની મહિલા એક દિવસ કરતા પણ નાનું જન્મેલું બાળક રોહિત વાસના નાકે કાંટાની વાડમાં ત્યજી દેવામાં આવ્યું હતું. જ્યાં શ્વેતા યોગેશભાઈ પરમાર નામની મહિલા જોઈ જતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. જે બાદ જાગૃત નાગરિક શ્વેતાબેન દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને સમજતા તાત્કાલિક ધોરણે નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં નવજાત બાળકને લઈ જવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમય બાદ તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું. જે બાદ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

મહિલા અને બાળક સારવાર અર્થે મોકલાયા:ઉપરાંત હેડ ક્વોટર એસ.પી મેઘા તેવરે જણાવ્યું કે અમારી પાસે રહેલા ચાર ડોગમાંથી સૌથી નાનું 2021 માં જન્મેલું ચેસર નામના ડોગની મદદથી બાળક સાથે રહેલું તેની માતાનાં કપડાની સ્મેલની મદદથી માત્ર 200 ફૂટના અંતરમાં જ તેની માતા કોઈ અજાણ્યા મકાનમાં ઘર બંધ કરીને રહેતી હતી. જે વિસ્તારમાં 500 ફૂટ સુધી અમારા ડોગ ચેસરે બે વખત રાઉન્ડ માર્યા અને પાછું 150 મીટરના અંતરે આવીને ઊભું રહ્યું જ્યાં સીડી પણ ચડી જતા તેની માતાને શોધી કાઢી સારવાર અર્થે મોકલી દેવામાં આવી છે.

જાગૃત નાગરિક શ્વેતા (ETV Bharat Gujarat)

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાળકની માતાની ઉંમર આશરે 18 વર્ષની આસપાસ લાગી રહી છે. જોકે તપાસ બાદ જ સાચી ઉંમર જાણી શકાશે. અને માતાની પણ હાલત ગંભીર હોવાથી માતા અને બાળક બંનેની પ્રથમ ફેસ ઉપર સારવાર ચાલી રહી છે. જે બાદ જો માતાની ઉંમર 18 વર્ષ કરતાં નાની હોવાની જાણ થશે તો ગુનો પણ રજીસ્ટર કરવામાં આવશે, અને બાળકને બાળ સંરક્ષણમાં રાખી તેનો ઉછેર કરવામાં આવશે. તેમજ મહિલાના પતિ છે કે કોઈ અન્ય પુરુષ છે તેની પણ તપાસ કરવામાં આવશે. અને જો 18 વર્ષ કરતાં વધુ ઉંમર હશે અને મહિલા બાળકને રાખવા માંગતી હશે તો પોલીસ દ્વારા કોર્ટને રિપોર્ટ કરવામાં આવશે.

ચેસરની કામગીરીથી અમને ગર્વ છે:આ સમગ્ર ઓપરેશન અમદાવાદ ગ્રામ્ય પોલીસ પાસે રહેલા 4 ડોગમાંથી સૌથી નાની ઉંમરનું ડોગ એવું ચેસરની મદદથી પાર પાડવામાં આવ્યું છે. જેનો ગર્વ અનુભવ કરતાં એસ.પી મેગા તેવરે જણાવ્યું કે અમારા આ ટ્રેન્ડ ડોગને અમે ગુજરાતીમાં ચેસર અને અંગ્રેજીમાં ચેઝર કહીને બોલાવીએ છીએ અને ચેસર અમારી સાથે જ રહે છે. ખાસ કરીને ચેસરની ટ્રેનિંગ ગાંધીનગર ખાતે ડીજીપીની અધ્યક્ષતામાં થઈ છે. ડોગ સ્કવોડની મદદથી આવા પ્રકારની કામગીરી ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે જેનો અમને ગર્વ થઈ રહ્યો છે.

  1. સુરતમાં મસમોટા રેલવે ટિકિટના કૌભાંડનો થયો પર્દાફાશ - Fraud train ticket Maker arrested
  2. રાજકોટની બેબી કેર હોસ્પિટલનાં સંચાલકોને 6.54 કરોડનો કરાયો દંડ, જાણો શા માટે ? - Child care hospital fined

ABOUT THE AUTHOR

...view details