અમદાવાદ : આજે 02 ઓક્ટોબર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આર્થિક અને વ્યાવસાયિક રીતે આજનો દિવસ લાભદાયી હોવાનું જણાઈ રહ્યું છે. આર્થિક લાભ મળશે. લાંબાગાળાનું નાણાંકીય આયોજન પણ કરી શકશો. શરીર અને મનથી સ્વસ્થ રહેશો. મિત્રો અને કુટુંબના સ્વજનો સાથે ખૂબ આનંદમાં દિવસ પસાર થાય. વધારે લોકો સાથે સંપર્કમાં રહેવાનું થાય. વેપારીઓ તેમના વેપારનું વિસ્તરણ અને આયોજન કરી શકશે. લોકહિતનું કાર્ય આપના હાથે થશે.
વૃષભ: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. વિચારોની વિશાળતા અને વાણીનો જાદૂ આજે અન્યને પ્રભાવિત અને મંત્રમુગ્ધ કરશે. લોકો સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. બૌદ્ધિક ચર્ચા કે વાદવિવાદમાં સફળતા મળશે. વાંચન લેખનમાં અભિરૂચિ વધશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. મહેનતના પ્રમાણમાં ઓછી સફળતા મળવા છતાં નિષ્ઠાપૂર્વક આપ આગળ વધશો. પાચનતંત્રની સમસ્યાથી તબિયત બગડવાની શક્યતા છે.
મિથુન: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. આજે આપની માનસિક ગડમથલ વધુ રહેવાની શક્યતા જણાતા અગત્યના નિર્ણયો લેવામાં આપ દ્વિધા અનુભવશો. માતા અને સ્ત્રીઓ સંબંધી બાબતમાં વધારે સંવેદનશીલ બનશો. વધુ પડતા નકારાત્મક વિચારોના બદલે કાર્યશૈલીમાં નવીનતા આવે તેવું કંઈક વિચારશો તો આપને વધુ સાનુકૂળતા થશે. અનિદ્રાની સમસ્યા હોય તેઓ સ્વાસ્થ્યની એકાદ ફરિયાદ કરે તેવી પણ સંભાવના છે. શક્ય હોય તો પ્રવાસ ટાળવો. પાણી કે અન્ય પ્રવાહી પદાર્થો ભયજનક પુરવાર થઇ શકે છે. જમીન, મિલકત વગેરેની ચર્ચા નિવારવી.
કર્ક: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. કાર્ય સફળતા અને નવા કામના શુભારંભ માટે આજનો દિવસ સારો રહેશે. મિત્રો તેમજ સ્વજનો સાથેની મુલાકાતથી આપ ખુશખુશાલ રહેશો. નાની મુસાફરીનો યોગ છે, ભાઇભાંડુઓથી સુમેળ રહે. પ્રિયપાત્રના સાનિધ્યથી મન રોમાંચિત બને. આર્થિક લાભ તેમજ સમાજમાં આદર સન્માન મળે. વિરોધીઓને પરાજિત કરી શકશો. આજે કોઇ સાથે લાગણીના બંધનમાં બંધાશો.
સિંહ: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. દૂર વસતા સ્નેહીજનો તેમજ મિત્રો સાથેના સંદેશાવ્યવહારથી આપને લાભ થાય. પરિવારમાં સુખશાંતિ રહે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. આપની વાકપટુતાથી કોઇના મનને જીતી શકો. ધારેલા કામમાં ઓછી સફળતા મળે. ગણતરીપૂર્વકના આયોજનો અને વધુ પડતા વિચારો મનમાં ગુંચવણ પેદા કરશે. સ્ત્રી મિત્રો આપને મદદરૂપ બનશે.
કન્યા: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. વૈચારિક સમૃદ્ધિ અને વાણીની મોહકતાથી આપ લાભ અને સુમેળભર્યા સંબંધો વિકસાવી આપનું કામ કઢાવી શકશો. વ્યવસાયની દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી નીવડે. આપનું આરોગ્ય જળવાશે તથા મન પણ સ્વસ્થ રહેશે. સગાંસ્નેહીઓ સાથે મુલાકાત થાય અને સુખઆનંદની પ્રાપ્તિ થાય. ધન લાભ તેમજ પર્યટનના યોગ છે.
તુલા: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. આપની વાણી અને વર્તનને સંયમમાં રાખવો પડશે. અન્ય વ્યક્તિઓ કે કુટુંબીજનો સાથે ઉગ્ર બોલાચાલી ટાળવાની સલાહ છે. પરોપકારનો બદલો મેળવવાની અથવા યશ પ્રાપ્તિની વધુ પડતી આશા રાખવી નહીં. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધશે. તબિયતમાં કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. દ્વિધાઓ અને સમસ્યાઓ મનની શાંતિ હરી લેશે. આધ્યાત્મિક વાંચન કે ઇશ્વરનું નામ સ્મરણ શાંતિ આપશે.
વૃશ્ચિક: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. આપ ગૃહસ્થજીવનમાં સુખ અને સંતોષની અનુભૂતિ કરશો. પત્ની તથા પુત્ર તરફથી શુભ સમાચાર મળે. માંગલિક કાર્ય થાય. લગ્ન માટેના સંયોગો સર્જાય. નોકરી ધંધામાં સારી તકો ઉભી થતાં આવકમાં વૃદ્ધિ થાય. મિત્રો સાથે પિકનિકનું આયોજન થાય. સ્ત્રી મિત્રો થકી લાભ થવાના યોગ છે. વડીલવર્ગના સહકારથી પ્રગતિ સાધી શકશો.
ધન: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આર્થિક અને વેપારના આયોજન કરવા માટે શુભ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કાર્ય સરળતાપૂર્વક સફળ બનશે. પરોપકારની ભાવના આજે બળવત્તર રહેશે. આનંદ પ્રમોદ સાથે આપનો દિસ પસાર થાય. નોકરી વ્યવસાયમાં બઢતી અને માનસન્માન પ્રાપ્ત થાય. ગૃહસ્થજીવનમાં આનંદ વ્યાપી રહેશે.
મકર: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. બૌદ્ધિક કાર્યો અને વ્યવસાયમાં આપ નવી શૈલી અપનાવશો. સાહિત્ય લેખનની પ્રવૃત્તિને વેગ મળશે. શરીરમાં બેચેની અને થાકનો અનુભવ કરશો. સંતાનોની સમસ્યા મુંઝવશે. લાંબી મુસાફરી માટેની શક્યતા છે. વિરોધીઓ અને હરીફો સાથે ઉંડી ચર્ચામાં ન ઉતરવાની અને ખોટા ખર્ચથી બચવાની સલાહ આપવામાં આવે છે.
કુંભ: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. નિષેધાત્મક કાર્યો તથા નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. વધુ પડતા વિચારો અને ક્રોધ અપાવી શકે છે માટે શક્ય હોય ત્યાં સુધી ખૂબ વિચાર કરવાના બદલે પૂર્વાયોજન કરીને કામ પર ધ્યાન આપો તેવી ખાસ સલાહ છે. આપની માનસિક સ્વસ્થતા જાળવી રાખવા માટે કામ અને પરિવાર વચ્ચે સંતુલન રાખવાની સલાહ છે. પરિવારજનો સાથે સુમેળ રહે તેવા પ્રયાસો વધારવા. ખર્ચનુ પ્રમાણ વધતાં નાણાંભીડ વર્તાય. ઇષ્ટદેવની આરાધના કરવાથી આપ હળવાશ અનુભવશો.
મીન: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. આપનો વર્તમાન દિવસ સુખશાંતિથી પસાર થશે. વેપારીઓને ભાગીદારી માટે શ્રેષ્ઠ સમય છે. પતિ- પત્ની વચ્ચે દાંપત્યજીવનમાં નિકટતાનો અનુભવ થાય. મિત્રો સ્વજનો સાથે મિલન મુલાકાત થાય. પ્રેમીજનોનો રોમાન્સ વધુ ગાઢ બનશે. જાહેર જીવનમાં પ્રસિદ્ધિ મળે. ઉત્તમ લગ્નસુખ પ્રાપ્ત થાય.