ETV Bharat / state

જામનગર પધાર્યા વિદેશી ક્રિકેટર, અજીતસિંહ મેદાનમાં જામનગર અને દુબઈ વચ્ચે ક્રિકેટ મેચ - JAMNAGAR CRICKET MATCH

જામનગરના અજીતસિંહજી પેવેલિયન ક્રિકેટ મેદાનમાં વધુ એક ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે. અહીં જામનગર અને દુબઈ ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાયો હતો.

જામનગર પધાર્યા વિદેશી ક્રિકેટર
જામનગર પધાર્યા વિદેશી ક્રિકેટર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

Updated : 4 hours ago

જામનગર : ક્રિકેટના કાશી તરીકેનું બિરુદ ધરાવતા જામનગરના અજીતસિંહજી પેવેલિયન ક્રિકેટ મેદાનમાં જામનગર અને દુબઈની ક્રિકેટ ટીમ વચ્ચે ક્રિકેટના જંગનો પ્રારંભ થયો હતો. જેમાં અંડર 19 ની જામનગર અને દુબઈની ટીમ વચ્ચે 40 ઓવરની મેચ રમાઈ છે.

જામનગર અને દુબઈ વચ્ચે ક્રિકેટ મેચ : આ ટુર્નામેન્ટમાં કુલ 40 મેચ રમાશે, જેમાં 20 ઓવર, 40 ઓવર અને બે દિવસીય ક્રિકેટ મેચ રમાશે. અંડર 19 ક્રિકેટ મેચનો ટોસ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ ઉદાણીના હસ્તે કરવામાં આવેલ. દુબઈની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગની પસંદગી કરી હતી.

અજીતસિંહ મેદાનમાં જામનગર અને દુબઈ વચ્ચે ક્રિકેટ મેચ (ETV Bharat Gujarat)

દુબઈની જીફોર્સ ક્રિકેટ એકેડમી : જામનગર, રાજકોટ, મોરબી, જેતપુર અને ચાપરડામાં મેચ રમશે. દુબઈની ટીમમાં ભારત, દુબઈ, યુકે, સ્વીઝરલેન્ડ, સાઉદી અરેબિયા, બેહરીન, અમેરિકા અને સિંગાપુર સહીતના ખેલાડીનો સમાવેશ છે. દુબઈની જીફોર્સ ક્રિકેટ એકેડમીના 40 ખેલાડીઓ સૌરાષ્ટ્રના 11 દિવસના પ્રવાસ પર છે. આ પ્રવાસમાં અંડર 12, 14, 16 અને 19 એમ ચાર ટીમ આવેલી છે.

અજીતસિંહ મેદાન પર ક્રિકેટ મેચ : આ તકે જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના કોચ સર મહેન્દ્રસિંહ ચૌહાણ, મેનેજર ભરતભાઈ મથ્થર, મીડિયા કન્વીનર જયેશ ધોળકિયા, દુબઈ ટીમના કોચ ગોપાલ જસાપર તેમની સાથે સ્પોર્ટિંગ સ્ટાફ અને મોટી સંખ્યામાં જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓ હાજર રહ્યા હતા. બંને ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

  1. જામનગર એરપોર્ટ પર બોમ્બ ? સુરક્ષા ટીમે સતર્કતા દાખવતા મોકડ્રીલ યોજી
  2. ચાહકોએ "પુષ્પા"ના પોસ્ટર ફાડ્યા ! PVR માં પ્રેક્ષકોએ હોબાળો મચાવ્યો

Last Updated : 4 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.