અમદાવાદ :કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. જેના વિરોધમાં આજે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા એક દિવસ હડતાળનું એલાન કર્યું છે. ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ પણ હડતાળને સમર્થન આપ્યું છે.
ડોક્ટરોની હડતાળ :ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા એક દિવસ હડતાળનું એલાન કર્યું છે. જે મુજબ ગુજરાતભરની હોસ્પિટલોમાં ઇમર્જન્સી સિવાયની તમામ તબીબી સેવા બંધ રાખવામાં આવી છે. આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રેલી યોજી વિરોધ નોંધાવ્યો :અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યોએ AMA થી ઇન્કમટેક્સ સુધી રેલી યોજી હતી. જેમાં 1000થી વધુ ડોક્ટરો વિવિધ લખાણવાળા બેનર સાથે જોડાયા હતા..મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો પણ રેલીમાં જોડાયા હતા. આયુર્વેદ ડોક્ટરોએ પણ IMA ની હડતાલને સમર્થન કર્યું છે. તેમજ રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ ડોક્ટરોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે.