નવસારી: બીલીમોરા શહેરના રહેણાંક વિસ્તારમાં પંખી અને નાના પ્રાણીનો શિકાર થતો હોઈ લોકોમાં ડર જોવા મળી રહ્યો છે, પણ આ શિકાર કરનાર પ્રાણી જ્યારે અહીંની એક સોસાયટીમાં રહેણાંક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધું ત્યારે સહુ ચોંકી ગયા હતા. નવસારી જિલ્લો ડાંગ જિલ્લાને અડીને આવેલો હોય સામાન્ય પણે નવસારી જિલ્લાના પૂર્વ પક્તિ વિસ્તાર અને કાંઠા વિસ્તારમાં દીપડા દેખા દેવાની ઘટના નિત્યક્રમ પ્રમાણે સામે આવતી હોય છે ત્યારે નવસારીના બીલીમોરા ખાતે દુર્લભ (વનીચર) વરણ પ્રાણીના આટા ફેરા જોવા મળતા નેચર પ્રેમીઓમાં ખુશીની લહેર આવી ગઈ છે.
કેમેરામાં કેદ ના થયું હોત તો કોઈ માનતું નહીંઃ નવસારીની આ સોસાયટીમાં જોવા મળ્યું દુર્લભ વનેચર - SMALL INDIAN CIVET
બીલીમોરાની સોસાયટીમાં અઠવાડિયાથી દુર્લભ એવું નિશાચર વણિયર જોવા મળી રહ્યું છે.
Published : Dec 25, 2024, 9:45 PM IST
નવસારી જિલ્લામાં આવેલા બીલીમોરાની આનંદ નગર સોસાયટીમાં છેલ્લા કેટલા દિવસથી દુર્લભ એવું નિશાચર વણિયર વરણ પ્રાણીના આટા ફેરા વધવાની ઘટના સામે આવી છે. બીલીમોરાની આનંદ નગર સોસાયટીમાં એક કમ્પાઉન્ડ વોલ પર આ દુર્લભ પ્રાણી નજરે ચડ્યું હતું. જેને લઈને સોસાયટીના સ્થાનિકો પણ સ્થાનિક વિસ્તારમાં આવું દુર્લભ પ્રાણી જોવા મળતા તેઓ પણ આશ્રયચકિત થયા હતા. સાથે આ દુર્લભ પ્રાણીના પંખી અને નાના પ્રાણીના શિકાર કરવાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.
આરએફઓ આકાશ પડશાલાના જણાવ્યા અનુસાર આ દુર્લભ પ્રાણીને સિવેટ કહેવામાં આવે છે. જે ઘણું શરમાળ પ્રકૃતિનું હોય છે અને હંમેશા છુપાઈને રહે છે. જેના કારણે તે લોકોના નજરે ચડતું નથી અને મનુષ્યને હાની પહોંચાડતું નથી. આ શરમાળ સિવેટ પ્રાણીનું આયુષ્ય સાતથી આઠ વર્ષ હોય છે. જે દેડકા ઉંદર જેવા નાના પ્રાણીઓનો શિકાર કરે છે.