ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજી મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભારે ભીડ, માતાજીની ગાદી પર ગરુવંદના - Huge crowd at Ambaji temple - HUGE CROWD AT AMBAJI TEMPLE

આજે સમગ્ર દેશમાં ગુરુપૂર્ણિમાનો પર્વ ઉજવાઈ રહ્યો છે. જેમાં ગુરુભક્ત શિષ્યો ગુરુવંદના કરવા માટે આજના દિવસે ગુરુજી પાસે આશીર્વાદ લેવા માટે અવાતા હોય છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિરે ગુરુપૂર્ણિમાને લઇ મંદિર ચાચર ચોકમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. ભક્તો લાલધજા લઈને અંબાજી માતાના દર્શને પહોંચ્યા હતા., Huge crowd at Ambaji temple

અંબાજી મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભારે ભીડ
અંબાજી મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભારે ભીડ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 21, 2024, 3:54 PM IST

અંબાજી મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભારે ભીડ (Etv Bharat Gujarat)

અંબાજી: આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે અંબાજી મંદિરના ચાચર ચોકમાં જ માતાજીની ગાદીના પર બેસતા ગાદીપતિ ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાદ્યાનુ ભક્તો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. અને ગાદીપતિ ભરતભાઈ પાદ્યાને કુમકુમ, તિલક અને ફૂલમાળા પહેરાવી ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

ભક્તોની ભીડ ઉમટી: અંબાજી દેશનાં 51 શક્તિપીઠમાંથી માઁ આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે ભક્તો રવિવાર આઠમ અને પૂનમે દર્શન કરવા આવતા હોય છે. અંબાજી મંદિરમાં આજે પૂનમે સવારે 6:00 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ભક્તો આરતીમાં જોડાયા હતા. લાંબી-લાંબી લાઈનો પણ મંદિર પરિસરમાં જોવા મળી હતી. અંબાજી મંદિર ખાતે વહેલી સવારથી જ લાઈન વ્યવસ્થામાં ભક્તો જોડાયા હતા. આરતીમાં ભક્તોએ મા અંબાના મંદિર સમક્ષ આરતી કરી હતી. દર પુનમ ભરવા આવતા ભક્તોએ પણ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

પૂનમના દિવસે મંદિરને શણગારાયું: અંબાજી મંદિરને પૂનમના દિવસે રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતુ. અંબાજી ખાતે આજે રવિવાર અને પૂનમ હોવાથી ભક્તો વહેલી સવારથી જ દેવ દર્શન કરવા આવ્યા હતા. મંદિરના ચાચર ચોકમાં પણ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. બોલ મારી અંબે જય જય અંબેનો નાદ પણ શક્તિપીઠમાં સાંભળવા મળ્યો હતો.

  1. ભાવનગરમાં આવેલું એક એવું 'ધામ', જ્યાં વડીલો બાળકો બનીને માણે છે જિંદગીનો સાચો 'ઉમંગ' - Bhavnagar UMANGDHAM
  2. ગુરુના આદર, સમ્માન અને ધન્યવાદ માટે સમર્પિત દિવસ એટલે ગુરુ પૂર્ણિમા, જાણો આજના દિવસનું મહત્વ - Guru purnima 2024

ABOUT THE AUTHOR

...view details