મેરઠઃ જિલ્લાના પલ્લપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારની જનતા કોલોનીમાં શનિવારે રાત્રે મોબાઈલ ચાર્જરમાં સ્પાર્ક થતાં ઘરમાં વિકરાળ આગ લાગી હતી. જેમાં 4 બાળકોના કરૂણ મોત નિપજ્યા હતા. મોબાઈલ ચાર્જરમાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં પતિ, પત્ની અને ચાર બાળકો ખરાબ રીતે દાઝી ગયા હતા. બાળકોનું હોસ્પિટલમાં મોત થયું છે, જ્યારે માતા-પિતાની હાલત ગંભીર છે.
ચાર્જરમાં સ્પાર્ક થતા ધડાકો: મુઝફ્ફરનગરના સિખેડામાં રહેતા એક પરિવારમાં માટે શનિવારનો દિવસ કાળ બનીને ત્રાટક્યો હતો. પત્ની બબીતા અને ચાર બાળકો સારિકા, નિહારિકા (8), ગોલુ (6) અને કાલુ (5) સાથે ભાડે રહેતા એક વ્યક્તિ પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. જાની તેમના પરિવારના ગુજરાન ચલાવવા માટે મજુરીકામ કરતો હતો. હોળીની તૈયારીઓને કારણે શનિવારે તેઓ બધા ઘરે હતા. સાંજે જાની અને તેની પત્ની બબીતા હોળીની વાનગીઓ બનાવતા હતા. ચારેય બાળકો બીજા રૂમમાં હતા. રૂમની અંદર જ મોબાઈલ ચાર્જર લગાવેલુ હતું. અચાનક ચાર્જરમાં શોર્ટ સર્કિટ થયું અને જોરદાર ધડાકો થયો, જેના કારણે આખા રૂમમાં આગ પ્રસરી ગઈ હતી.
ચારેય બાળકો આગની લપેટમાં આવી ગયા:આગના કારણે રૂમના પડદા સળગવા લાગ્યા સાથે સાથે આગે પલંગને પણ તેની લપેટમાં લઈ લીધો હતો. જેના કારણે બાળકો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ જોઈને જાની અને બબીતા રૂમ તરફ દોડ્યા અને બાળકોને બચાવવાનો પ્રયાસ કરવા લાગ્યા, જેના કારણે તે બંને પણ દાઝી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મોટી દીકરીએ પોતાના ભાઈ-બહેનોને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો, જેના કારણે તે પણ આગમાં દાઝી ગઈ. આગમાં ઘર સળગતું જોઈ આસપાસના લોકો બચાવવા માટે દોડી આવ્યા હતા. માહિતી મળતાં પોલીસ પણ આવી પહોંચી હતી. દાઝી ગયેલા તમામને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 4 બાળકોના કરૂણ મોત નિપજ્યા હતા.
હોળીની ખુશીઓ આગમાં ખાક: જાનીએ જણાવ્યું કે જ્યારે આગ લાગી ત્યારે તે બબીતા સાથે રસોડામાં હોળી માટે ગુઢિયા બનાવી રહ્યો હતો. બાળકો રૂમમાં બેસીને રમી રહ્યાં હતાં. અચાનક રૂમમાં જોરથી ધડાકો થયો. જ્યારે તેઓ રૂમ તરફ દોડ્યા ત્યારે તેઓએ જોયું કે ધુમાડો ખુબ વધી રહ્યો હતો અને બાળકો આગની ઝપેટમાં આવી ગયા હતા. અચાનક આગ કેવી રીતે લાગી તે સમજી શકાયું ન હતું.
આ મામલે પલ્લવપુરમ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મુનેશ સિંહે જણાવ્યું કે, બાળકો 70 ટકા સુધી દાઝી ગયા હતા, જ્યારે પતિ-પત્ની પણ 50 ટકા દાઝી ગયા હતા. પોલીસ દ્વારા તેમના સંબંધીઓને ફોન પર જાણ કરવામાં આવી છે તો બીજી બાજુ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે.
- પરસ્પર ઝઘડાએ લીધું લોહિયાળ સ્વરૂપ, ડમ્પરથી કચડીને પાંચ લોકોની હત્યા કરી આરોપી ફરાર - Murder In Jhalawar
- ચાલો જાણીએ હોલિકા દહન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો અને હોલિકા દહન કરવાનો શુભ મુહૂર્ત - Holika Dahan Muhurat 2024