ડાંગ: જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. અંબિકા નદીમાં પુર આવવાના કારણે લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે. ત્યારે વઘઈ તાલુકાના ઉગાચિચપાડા ગામે આઈસર ટેમ્પો તણાઇ ગયો હતો. ગામ લોકોને ટેમ્પોમાં તણાઈ જતા ટ્રકના ડ્રાઇવર અને કંટકટરને ગામના સ્થાનીક લોકોએ રેસ્ક્યું કરી બહાર કાઢી બચાવ કર્યો હતો. ધોધમાર વરસાદને કારણે અંબિકા નદીમાં પાણીની આવક સતત વધી રહી છે.
અંબિકા નદીમાં પુર આવવાના કારણે લો લેવલ કોઝવે પર પાણી ભરાઈ ગયું (Etv Bharat Gujarat) ડાંગ જિલ્લામાં સરેરાશ 65 mm (2.5 ઇંચ) વરસાદ નોંધાયો છે. જિલ્લાના ડિઝાસ્ટર કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આહવા તાલુકામાં 62mm (2.4 ઇંચ), વઘઇમાં 73mm (2.8 ઇંચ), સુબીરમાં 60mm (2.3 ઇંચ), મળી જિલ્લામાં સરેરાશ 65mm (2.5 ઇંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા 24 કલાક દરમિયાન 100mm (3.9 ઇંચ) વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના પંદર જેટલા ગ્રામ્ય માર્ગો, વરસાદી પાણીને કારણે અવરોધાયા છે.
ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહિ કરવા તંત્રે જણાવ્યું (Etv Bharat Gujarat) સુબિર અને આહવા વઘઇ તાલુકાના કયા કયા રોડ અવરોધાયા છે જાણો.
- (1) હિંદળાથી ધુડા રોડ
- (2) કાકડવિહીરથી ખેંરિન્દ્રા-ચમારપાડા રોડ
- (1) ચિકટીયા-ગાઠવી રોડ
- (2) રાનપાડા-ભાપખલ-બારીપાડા રોડ
- (3) ભવાનદગડ-ધુલચોંડ-આમસરવલણ રોડ
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ (Etv Bharat Gujarat) - (1) ખાતળ ફાટક થી ઘોડી રોડ
- (2) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૧
- (3) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૨,
- (4) વાઝટઆંબા-કોયલીપાડા રોડ
- (5) ઘોડવહળ વી.એ.રોડ
- (6) આહેરડી-બોરદહાડ રોડ
ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહિ કરવા તંત્રે જણાવ્યું (Etv Bharat Gujarat) - (7) ચીખલદા વી.એ.રોડ
- (8) સુંસરદા વી.એ.રોડ
- (9) માનમોડી-બોડરમાલ-નિબારપાડા રોડ
- (10) આંબાપાડા વી.એ.રોડ
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ (Etv Bharat Gujarat)
સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ: આ તમામ રોડ ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે. જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, તેમજ સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
ડાંગમાં સરેરાશ 65mm વરસાદ (Etv Bharat Gujarat) જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અને લોકોને અનુરોધ: ઇન્ચાર્જ જિલ્લા કલેકટર બી.બી. ચૌધરી સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી, તંત્રના સંબંધિત વિભાગોને માર્ગદર્શિત કરી રહ્યા છે. દરમિયાન લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેતા, તેમનું કાર્ય મથક નહિ છોડવાની પણ તાકીદ કરવામાં આવી છે. ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મનભરીને માણવા માટે, પ્રકૃતિપ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે. ત્યારે અહીંના નદી, નાળા, કોતરો, જળધોધ, ખીણ પ્રદેશ, ડુંગરો, વૃક્ષો, વન્યજીવો વગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો, ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યોના જીવનું જોખમ ઊભું કરતા હોય છે. જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે.
- આસ્થા અને પ્રકૃતિનો સંગમ એટલે ઉમરપાડાનો “દેવઘાટ”, ચોમાસામાં પ્રકૃતિનું સાંનિધ્ય માણવા માટે ઉત્તમ સ્થાન - Eco tourism centre Devghat
- અંબાજી-આબૂરોડ પર ગોઝારો અકસ્માત, 56 યાત્રાળુઓ ભરેલી બસ નદીમાં ખાબકી - Banaskantha bus accident