ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં મેઘાની મહેર, અત્યાર સુધીમાં સિઝનનો કુલ 72.93 ટકા વરસાદ - gujarat weather update - GUJARAT WEATHER UPDATE

ગુજરાત રાજ્યમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મંગળવારે સવારના 6 કલાક સુધીમાં એકંદરે 25.35 ઇંચ (643.98mm) વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 72.93 ટકા નોંધાયો છે. ગુજરાતના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી..., gujarat weather update

ગુજરાતમાં મેઘાની મહેર
ગુજરાતમાં મેઘાની મહેર (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 20, 2024, 3:06 PM IST

અમદાવાદ: રાજ્યમાં સાર્વત્રિક ચોમાસું જામ્યું છે. ત્યારે આજ સવારના 6 કલાક સુધીમાં એકંદરે 25.35 ઇંચ (643.98mm) વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 72.93 ટકા નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં નવસારી, ભાવનગર, પંચમહાલ, ડાંગ અને તાપીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જે અનુક્રમે 27mm, 26mm, 20mm, 15mm અને 14mm વરસાદ નોંધાયો છે.

છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ આ વર્ષનો વરસાદ

વર્ષ કુલ વરસાદ(mm) ટકાવારી
2021 827.27 98.48
2022 1037.88 122.09
2023 948.06 108.16
2024 643.98 72.93

જોકે હાલ છેલ્લા 24 કલાકમાં 10 જિલ્લાના 17 તાલુકાઓમાં વસરાદ પડ્યો છે. આ વર્ષે રાજ્યમાં 43 તાલુકાઓમાં 39.37 ઇંચ (1000mm)થી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 80 તાલુકામાં 501 થી 1000mm, 102 તાલુકામાં 251 થી 500mm, 26 તાલુકામાં 126 થી 250mm સુધી વરસાદ પડ્યો છે.

  • રાજ્યમાં કચ્છમાં અત્યાર સુધી સીઝનનો સૌથી વધુ 88.84% વરસાદ નોંધાયો છે.
  • ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું 54.73% વરસાદ પડ્યો છે.
  • મધ્ય ગુજરાતમાં 56.81% વરસાદ પડ્યો છે.
  • સૌરાષ્ટ્રમાં 80.93% વરસાદ નોંધાયો છે.
  • દક્ષિણ ગુજરાતમાં 86.99% વરસાદ પડ્યો છે.

રાજ્યના ડેમોની પરિસ્થિતી: રાજ્યના કુલ 51 ડેમો 100 ટકા ભરાય ગયા છે. જ્યારે 41 ડેમો 70 થી 100 ટકાની વચ્ચે, 21 ડેમો 50 થી 70 ટકાની વચ્ચે, 39 ડેમો 25 થી 50 ટકાની વચ્ચે અને 54 ડેમો 25 થી નીચે ભરાયેલ છે. તેમજ રાજ્યના 64 ડેમોમાં હાઈ એલર્ટ આપી દેવાયું છે.

આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી: રાજ્યમાં આજે અને આવતી કાલ દરમિયાન કુલ છ રાજ્યમાં યલો એલર્ટ જારી કરી દેવાયું છે. જેમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે.

  1. નવસારી શહેરમાં ફરી જામ્યો વરસાદી માહોલ, 15 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજા વરસ્યા - Rain in Navsari

ABOUT THE AUTHOR

...view details