ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જીલ્લામાં વિરામ બાદ મેઘ મહેર, જાણો કયા કેટલો પડ્યો વરસાદ - Heavy rain continues in Rajkot - HEAVY RAIN CONTINUES IN RAJKOT

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હોવાનું સામે આવી છે ત્યારે વરસાદ પડવાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જાણો આ સિઝનના પડેલા કુલ વરસાદની માહિતીઓ, Heavy rain continues in Rajkot

રાજકોટ જીલ્લામાં વિરામ બાદ મેઘ મહેર શરૂ
રાજકોટ જીલ્લામાં વિરામ બાદ મેઘ મહેર શરૂ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 18, 2024, 6:41 PM IST

રાજકોટ જીલ્લામાં વિરામ બાદ મેઘ મહેર શરૂ (ETV Bharat Gujarat)

રાજકોટ: છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વરસાદને લઈને ધરતીપુત્રમાં આનંદની લાગણી જોવા મળેલી છે. તો વરસાદ પડતાની સાથે લોકોને અસહ્ય ઉકડાટને ગરમી તેમજ બફારા સામે રાહત મળી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. તેમાં આ ધોધમાર વરસાદના કારણે ગ્રામ વિસ્તારના રોડ રસ્તાઓ તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા રસ્તાઓ ઉપર ધોધમાર વરસાદ પડતાની સાથે જ વરસાદી પાણી વહેતા થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

પાટણવાવમાં વીજળી પડી (ETV Bharat Gujarat)

કયાં પડ્યો સૌથી વધુ વરસાદ:રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ લોધિકામાં 17 ઇંચ નોંધાયો છે. ત્યારે સૌથી ઓછો વરસાદ જસદણમાં 4 ઇંચ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજકોટ શહેર અને જીલ્લામાં 18 જુલાઈ 2024 ના રોજ બપોરના બે વાગ્યા સુધીમાં પડેલા વરસાદ અંગેની રાજકોટ કંટ્રોલરૂમ દ્વારા આપવામાં આવેલી આંકડાકીય માહિતીઓ અનુસાર રાજકોટ જિલ્લાના પડધરીમાં 5 ઇંચ, રાજકોટ શહેરમાં 8 ઇંચ, લોધિકામાં 17 ઇંટ, કોટડા સાંગાણીમાં 9 ઇંચ, જસદણમાં 4 ઇંચ, ગોંડલમાં 12 ઇંચ, જામકંડોરણામાં 11 ઇંચ, ઉપલેટામાં 10 ઇંચ, ધોરાજીમાં 17 ઇંચ, જેતપુરમાં 14 ઇંચ, વિછીયામાં 7 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતીઓ આપવામાં આવી છે.

પાટણવાવમાં વીજળી પડી: વરસાદને પગલે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે પણ પડેલા ધોધમાર વરસાદની સાથે સાથે વીજળી પડવાની પણ એક ઘટના બની છે. પાટણવાવ ગામના સરપંચ પ્રવીણભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે, પાટણવાવ ગામે રહેતા નટવરલાલ જયરાજભાઈ ઠુંમરના ઘર પર વીજળી પડવાની ઘટના બની હતી જેમાં વીજળી પડવાની આ ઘટનાને લઈને ઇલેક્ટ્રીક ઉપકરણોનો ધડાકો થયો હતો. જો કે આ વીજળી પડવાની ઘટનામાં કોઈપણ પ્રકારની ઇજાના કે જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. જેને કારણે સૌ કોઈએ લોકોએ રાહતનો સ્વાસ પણ લીધો હતો.

  1. ટૂંકા વિરામ બાદ જૂનાગઢમાં મેઘરાજાની રી-એન્ટ્રી, સિઝનનો સરેરાશ 25 ઇંચ વરસાદ નોંધાયો - Junagadh Weather Update
  2. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં 54 ટકાથી વધુ જળસંગ્રહ, ૨૦૬ જળાશયોમાં 35 ટકાથી વધુ પાણી - Narmada Dam water capacity

ABOUT THE AUTHOR

...view details