ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

ETV Bharat / state

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસ પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી - TRP Game Zone fire case

રાજકોટ જિલ્લામાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસ પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી દરમિયાન રાજકોટના 2 તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ અને અમિત અરોરાની સખત શબ્દોમાં ટીકા કરી હતી. TRP GAME ZONE FIRE CASE

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસ પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી
રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસ પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી (Etv Bharat gujarat)

રાજકોટ: જિલ્લામાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસ પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી દરમિયાન રાજકોટના 2 તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ અને અમિત અરોરાની સખત શબ્દોમાં ટીકા કરી હતી તથા રાજકોટના તાત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સહિત બધી મહાનગરપાલિકાના કમિશનર્સને હાઇકોર્ટમાં અંગત સોગંદનામુ રજૂ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

TRP ગેમ ઝોન મુદ્દે HCમાં નવું સોગંધનામું રજૂ: ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલની બેન્ચમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસની સુનાવણી થઈ હતી. આ દરમિયાન હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે, અત્યાર સુધી એક પણ વખત કમિશનર દ્વારા માફી પણ માંગવામાં આવી નથી. સમગ્ર ઘટના બાબતે ફક્ત પોતાનો બચાવ જ રજૂ કર્યો છે. અમારા આદેશનું પાલન કરવામાં ક્યાંકને ક્યાંક કચાશ રહી છે અને તે બાબતે તેઓને હૃદયથી માફી માંગવી જોઈએ. હવે આ કેસ પર 18 ઓક્ટોબરના રોજ સુનાવણી થશે. ગત સુનાવણીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રજૂ કરાયેલા સોગંદનામાને હાઇકોર્ટે ફગાવ્યું હતું. ત્યારબાદ ફરીથી નવું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું.

કમિશનરની ભૂમિકા છે કે નહીં તે બાબતે એફિડેવિટ: જણાવી દઈએ કે, હાઇકોર્ટ દ્વારા આંગણ ફાયર એન્ડ હસીના પાર્લર મુદ્દે ગાઇડલાઇન બનાવવામાં આવી હતી અને આ ગાઈડલાઈનનું પાલન કરવા મુદ્દે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સહિત રાજ્યની બધી મહાનગરપાલિકાના કમિશનર્સને એફિડેટ રજૂ કર્યા હતા. અંગે હાઇકોર્ટ સવાલ કર્યો કે, " જો અમારી ગાઈડલાઈનનું પાલન કરાવ્યું હોત તો આ TRP ગેમ ઝોન દુર્ઘટના સર્જાઇ ન હોત". સરકાર પક્ષે પણ જણાવ્યું હતું કે, કમિશનરને જ્યાં સુધી ટીપી વિભાગ કે ફાયર વિભાગ જાણ ન કરે ત્યાં સુધી ગેમ ઝોનની કાયદેસરતા અંગે કેવી રીતે ખબર પડે. પરંતુ હાઇકોર્ટમાં ફરિયાદી પક્ષ પ્રિન્સિપાલ કમિશનરની ભૂમિકા છે કે નહીં તે બાબતે પોતે તેમનું જ એફિડેવિટ માંગી લેવાયું છે.

વાયરલ થયેલી તસ્વીર અગત્યનો પુુરાવો: આ મામલે સુનાવણી દરમિયાન સરકાર પક્ષે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી મ્યુનિસિપલ કમિશ્નરનો બચાવ કર્યો હતો અને કહ્યું કે, કેટલાક સમયથી ગેમ ઝોનમાં કોઈ ફંક્શન દરમિયાન ગયા ત્યારે કોઈ આવું વધારાના બાંધકામ બાબતે તેમની પાસે માહિતી જ નથી હતી. જે કામ બાંધકામ છે તે પછી કરાવવામાં આવ્યું છે. બચાવ પક્ષે એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઇકોર્ટમાં અગાઉ વાયરલ થયેલી તસવીર રજૂ કરવામાં આવી હતી અને તે બતાવ્યું હતું કે, આ ફોટો ઉપર જમણી બાજુ વધારાના શેડમાં પહેલા માળનું બાંધકામ તસવીરમાં જ દેખાય છે. જેથી સરકાર પક્ષે જે બચાવ રજૂ કર્યા છે તે મને ગણાય નહીં અગાઉ વાયરલ થયેલ તસવીર હવે એક અગત્યનો પુરાવો બની ગઈ છે. જેના આધારે કમિશન અને આ ઘટનામાં તેમની ભૂમિકાને લઈને અંગત સોગંદનામુ કરવાનું હાઇકોર્ટે જણાવ્યું છે.

આ પણ વાંચો:

  1. મારે કપડાં મેચિંગ કરવા છે ! કચ્છી કળાના વસ્ત્રોનો ટ્રેન્ડ વધ્યો - Unique outfits for Navratri
  2. ખેડામાં આધારકાર્ડ અપડેટ માટે લોકોનો ઘસારો, આઘારકાર્ડ કેન્દ્રો વધારવા લોકોની માગ - Aadhaar card update in Kheda

ABOUT THE AUTHOR

...view details