ગુજરાત

gujarat

ETV Bharat / state

ખ્યાતિ હોસ્પિટલ કાંડ: આરોપી સંજય પટોળીયાના રિમાન્ડ આજે પૂર્ણ, અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં થશે સુનાવણી

ખ્યાતિ કાંડના આરોપી સંજય પટોળીયાના આજે રિમાન્ડ પૂર્ણ થશે ત્યારે આ મુદ્દે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.

આરોપી સંજય પટોળીયાના રિમાન્ડ આજે પૂર્ણ,
આરોપી સંજય પટોળીયાના રિમાન્ડ આજે પૂર્ણ, (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

અમદાવાદ: ગત અઠવાડિયા ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓમાંથી એક ડોક્ટર સંજય પટોળીયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર પછી આરોપી ડોક્ટર સંજય પટોળીયા દ્વારા આગોતરા જામીનની અરજી અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ જામીન અરજીમાં તેમણે જણાવવામાં આવ્યું હતું કે "હું નિર્દોષ છું અને તમામ પ્રકારની પોલીસ તપાસમાં હું સહકાર આપીશ." પરંતુ તેમના વિરોધમાં ઉપયોગ કરવામાં આવેલી અપરાધિક કલમોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમની અરજીને ના મંજૂર કરવામાં આવી હતી.

સંજય પટોડીયાના રિમાન્ડ પૂર્ણ:ગત બુધવારે સંજય પટોળીયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અને ગ્રામીણ કોર્ટે આરોપી સંજય પટોળીયાને 12 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર રાખવાની મંજૂરી આપી હતી. પરંતુ પોલીસ દ્વારા દસ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જેમાં આજે સંજય પટોળીયાની રિમાન્ડ પૂર્ણ થશે અને સાંજે 4:00 વાગ્યે રિમાન્ડ પૂર્ણ થયા પછી કોર્ટમાં પેશ કરવામાં આવશે.

કોણ છે સંજય પટોળીયા?: ખ્યાતિ કાંડના આરોપી ડોક્ટર સંજય પટોળીયા અમદાવાદ બેરિયર ટ્રિક્સ હોસ્પિટલના સ્થાપક છે. તેમણે હોસ્પિટલની શરૂઆત કરી હતી. વર્ષ 2001 માં નવા પાર્ટનર તરીકે કાર્તિક પટેલ, પ્રદીપ કોઠારી અને ચિરાગ રાજપૂતને પોતાની સાથે સામેલ કરી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી હતી. આરોપી સંજય પટોળીયા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરોમાંથી એક છે. હોસ્પિટલના પેશન્ટની મેડિકલ સારવારને લઈને તમામ નિર્ણયો સંજય પટોળીયા દ્વારા લેવામાં આવતા હતા. આના સિવાય હોસ્પિટલમાં નવા ડિપાર્ટમેન્ટ શરૂ કરવા અને તેના માટે ડોક્ટરોની નિમણૂકની કામગીરી પણ તેમના દ્વારે જ કરવામાં આવતી હતી. એમને હોસ્પિટલની મોટી મોટી જવાબદારી સોંપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કડીના બેરીસણા ગામમાં કેમ્પ કરીને PMJAY ના કાર્ડ ધારકોને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જેમને પગમાં દુખતું હોય કે આંખમાં દુખતું હોય તેમની એન્જિગ્રાફી કરી 9 દર્દીઓને એનજીઓ પ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. જેમાંથી બે ગ્રામજનોના મૃત્યુ થયાની સમગ્ર ઘટના સામે આવી હતી. ત્યાર પછી બે ડોક્ટરો સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલના તબક્કે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા ઘણા ડોક્ટરો અને સ્ટાફના નિવેદનો લેવાની કામગીરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.

આ પણ વાંચો:

  1. લેન્ડ ગ્રેબિંગ એક્ટનો થઈ રહ્યો છે "દુરુપયોગ" ? હાઈકોર્ટે કરી ગાઈડલાઈનની દરખાસ્ત
  2. ગુજરાત હાઈકોર્ટ હાલોલ નગરપાલિકાને દંડ ફટકાર્યો, અદાલતના અનાદરનો મામલો

ABOUT THE AUTHOR

...view details