ગુજરાત

gujarat

ETV Bharat / state

નરેન્દ્ર મોદીના 75 મા જન્મદિવસની અનોખી ઉજવણી, નમો યજ્ઞોત્સવમાં 75 દંપતિઓએ આપી આહુતિ - NARENDRA MODI BIRTHDAY - NARENDRA MODI BIRTHDAY

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75 મો જન્મદિવસ છે. ત્યારે જૂનાગઢ ભાજપ દ્વારા ભૂતનાથ મહાદેવ મંદિરે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નમો હવનોત્સવની સાથે માર્કન્ડેય મહાપુજા અને શાંતિ યાગનું આયોજન થયું હતું. જેમાં જૂનાગઢના 75 દંપતિઓએ યજ્ઞમાં ભાગ લઈને વડાપ્રધાન મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. NARENDRA MODI BIRTHDAY

જૂનાગઢ ભાજપ દ્વારા ભૂતનાથ મહાદેવ મંદિરે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી
જૂનાગઢ ભાજપ દ્વારા ભૂતનાથ મહાદેવ મંદિરે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2024, 3:41 PM IST

Updated : Sep 17, 2024, 3:56 PM IST

જૂનાગઢ ભાજપ દ્વારા ભૂતનાથ મહાદેવ મંદિરે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી (Etv Bharat Gujarat)

જૂનાગઢ: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75 મો જન્મદિવસ છે. ત્યારે જૂનાગઢ ભાજપ દ્વારા ભૂતનાથ મહાદેવ મંદિરે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નમો હવનોત્સવની સાથે માર્કન્ડેય મહાપુજા અને શાંતિ યાગનું આયોજન થયું હતું. જેમાં જૂનાગઢના 75 દંપતિઓએ યજ્ઞમાં ભાગ લઈને વડાપ્રધાન મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.

વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે75 મો જન્મદિવસ છે. ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ ભાજપ પરિવાર દ્વારા નમો હવનોત્સવ અને માર્કંન્ડેય મહાપૂજાની સાથે શાંતિયાગનું આયોજન ભૂતનાથ મહાદેવ મંદિર પરિસરમાં કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ ભાજપના પદાધિકારી કાર્યકરો જોડાયા: વડાપ્રધાન મોદીના આજે 75 માં જન્મદિવસ નિમિત્તે તેઓ દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરે અને પાછલા 10 વર્ષથી જે રીતે તેમના દ્વારા દેશ સેવાના કામો થઈ રહ્યા છે. તેને કરવા માટે ઈશ્વર શક્તિશાળી બનાવે તે માટે ખાસ પૂજન અને હવનમાં આહૂતિ આપવામાં આવી હતી. જેમાં જૂનાગઢ શહેરના ભાજપના પદાધિકારી કાર્યકરો અને સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા.

75 દંપતિઓએ યજ્ઞમાં લીધો ભાગ: વડાપ્રધાન મોદીનો 75 મો જન્મદિવસ ખાસ બની રહે તે માટે જૂનાગઢ ભાજપ પરિવાર દ્વારા શહેરના 75 દંપતિઓને યજ્ઞમાં બેસાડીને અનોખી રીતે મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. દર વર્ષે જૂનાગઢ ભાજપ પરિવાર દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને આયોજન થતું હોય છે.

ખાસ યજ્ઞમાં આહૂતિ આપવામાં આવી હતી: હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરવાની સાથે સામાજિક કાર્યો જરૂરિયાતમંદ લોકોને દાનની સાથે વડાપ્રધાન મોદી દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનાના લાભો પણ અપાવવામાં આવ્યા હતા. ત્યારે આજે મોદીના 75 મા જન્મદિવસ નિમિત્તે 75 દંપતિઓએ યજ્ઞમાં આહુતિ આપીને તેમના 75 વર્ષના આયુષ્યને ઈશ્વર શક્તિ આપે તે માટે ખાસ યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી.

આ પણ જાણો:

  1. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ વડાપ્રધાનને લખ્યો પત્ર, કિરીટ પટેલ વિરુદ્ધ કર્યા ગંભીર આક્ષેપ - junagadh ex minister wrote a latter
  2. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ગુજરાતના નાગરિકો વતી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી - PM MODI 74TH BIRTHDAY
Last Updated : Sep 17, 2024, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details