પાટણ:શહેર સહિત જિલ્લામાં રવિવારે અષાઢ સુદ પુનમ એટલે ગુરૂપૂર્ણિમાનું પાવન પર્વની દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. મનુષ્યનો પ્રથમ ગુરુ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. ગુરુ વગર જ્ઞાન પણ નહીં. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. અને આવા નવમાર્ગ બતાવનાર ગુરુને ધન્યવાદ આપતો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા.
બંઘવડિયા હનુમાનજી મંદિરમાં ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન, શિષ્યોએ ગુરુના પુજન કરી આશિષ મેળવ્યા - Guru purnima 2024 - GURU PURNIMA 2024
અજ્ઞાનરૂપી અંધકારને દુર કરી જ્ઞાનરુપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે. ગુરુ એ છે જે અજ્ઞાનતા દૂર કરે છે, ગુરુ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે. અને આવા વ્યક્તિને ધ્યાનવાદ આપતો દિવસ એટેલે ગુરુ પૂર્ણિમા. પાટણમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જાણો. Guru purnima 2024
Published : Jul 21, 2024, 9:15 PM IST
|Updated : Jul 21, 2024, 10:45 PM IST
શિષ્યોએ શિશ નમાવી આશિષ મેળવ્યા:રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે બંધવડિયા હનુમાનજી જગ્યાના વિશ્વના ધ્યાન હોગી મધુસુદનદાસજી મહારાજની જગ્યામાં સંજીવનીદાસ મહારાજના સાનિધ્યમાં ગુરુ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરના પંચમુખી હનુમાન મંદિર, સિધ્ધનાથ મહાદેવ, કાલીકા માતાજી મંદિર, પ.પુ.પાઠક સાહેબની જગ્યા, પાંચ પીપળ શકિત મંદિર, નોરતા દોલતરામ બાપુ આશ્રમ, ટોટણા સદારામ બાપુ આશ્રમ સહિત ગુરૂ ગાદીએ ગુરૂપૂર્ણિમાએ રાધનપુરના ધારાસભ્ય લવેનજી સોલંકી, સહીત સામાજિક આગેવાનો સહિતના શિષ્યોએ શિશ નમાવી આશિષ મેળવી ધન્યતા અનુભવી હતી.
ગુરુ દેવેભ્યો નમઃ ના શ્લોકોનું રટણ:પાટણ રાધનપુર શહેર સહિત જિલ્લામાં રવિવારે અષાઢ સુદ પુનમ એટલે ગુરૂપૂર્ણિમાનું પાવન પર્વની દર વર્ષની જેમ આ વર્ષે પણ રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. બંધવડ હનુમાનજીની જગ્યાના મહંત શ્રી સંજીવની દાસ મહારાજ ગુરુ મહિમાનું અજ્ઞાનરૂપી અંધકારને દુર કરી જ્ઞાનરુપી દિપક પ્રગટાવનાર ગુરુના તમામ શિષ્યોએ તેમના આશીર્વાદ લીધા હતા. અને ગુરુ દેવેભ્યો નમઃ ના શ્લોકોનું રટણ કરવામાં આવ્યું હતું. આમ પાટણ શહેરની તેમજ પંથકની ગુરુગાદીઓ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.